એક વર્ષમાં ટીબીના સૌથી વધુ કેસ નોંધાયા હોય તેવા રાજ્યોમાં ગુજરાત છુઠ્ઠા સ્થાને
રાજ્યમાં 9 વર્ષમાં ટીબીના 12.19 લાખથી વધુ કેસ
Updated: Dec 16th, 2023
pic : wikipedia |
TB cases report of Gujarat : ગુજરાતમાં એક વર્ષમાં જ ટીબીના 1.29 લાખ કેસ નોંધાયા છે. એક વર્ષમાં ટીબીના સૌથી વધુ કેસ નોંધાયા હોય તેવા રાજ્યોમાં ગુજરાત છુઠ્ઠા સ્થાને છે. રાજ્યમાં 9 વર્ષમાં ટીબીના 12.19 લાખથી વધુ કેસ નોંધાયા છે.
ટીબીના દર્દીઓમાં થઇ રહેલો વધારો ચિંતાજનક
ગુજરાતમાં વર્ષ 2015થી નવેમ્બર 2023 સુધી ટીબીના 12 લાખથી વધુ કેસ નોંધાયા છે. આ ઉપરાંત દર વર્ષે ટીબીના કેસમાં પણ વધારો જોવા મળ્યો છે. વર્ષ 2021માં ટીબીના 1.44 લાખ જ્યારે વર્ષ 2022માં 1.51 લાખ કેસ નોંધાયા હતા. સિવિલ હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર ટીબીના દર્દીઓમાં થઇ રહેલો વધારો ચિંતાજનક છે. પરંતુ ટીબીના દર્દીઓ માટે સરકાર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. જેમાં રાજ્ય અને જિલ્લામાં જ્યાં ટીબીના કેસ વધારે હોય તેને અનુરુપ અલગ-અલગ રણનીતિ બનાવવામાં આવી છે. ટીબીના દદીઓને નિઃશુલ્ક દવા આપવામાં આવે છે. કો-મોર્બિડ વસતી વધુ હોય ત્યાં એક્ટિવ ટીબી કેસ શોધવા માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. કોઈ પણ વ્યક્તિને ટીબીના સ્ક્રીનિંગ કે સારવાર માટે વધુ દૂર જવું પડે નહીં તે પ્રકારની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત ટીબી થયો હોય તેના પરિવારના સદસ્યોને પણ ચેપ લાગે નહીં માટે ખાસ દવા સહિતના પગલા લેવામાં આવે છે.
ગુજરાતમાં ટીબીના કેસ
વર્ષ |
કેસ |
2015 |
82,585 |
2016 |
1,26,665 |
2017 |
1,49,061 |
2018 |
1,54,551 |
2019 |
1,59,158 |
2020 |
1,20,560 |
2021 |
1,44,731 |
2022 |
1,51,912 |
2023 |
1,29,782 |
કુલ |
12,19,005 |
(*2023માં નવેમ્બર સુધીના આંકડા.)