અમદાવાદ,બુધવાર,20 નવેમ્બર,2024
અમદાવાદમાં સ્વચ્છતા સર્વેક્ષણ-૨૦૨૪ હાથ ધરવામાં આવનાર છે.આ
બાબતને ધ્યાનમાં લઈ મ્યુનિસિપલ કમિશનરે શહેરના ફૂટપાથ,પગથિયા,રેમ્પ વગેરેને
રીપેર કરવા સુચના આપી હતી.આમ છતાં તમામની ખરાબ હાલત હોવાથી મ્યુનિ.કમિશનરે
અધિકારીઓ સાથેની બેઠકમાં કહયુ,
એન્જિનિયરોને આવુ કામ કરવુ હોય તો નોકરીમાંથી કાઢી મુકો.એસ્ટેટ વિભાગને રોડ
અને ફૂટપાથ ઉપરના દબાણ દુર કરવા સુચના અપાઈ હતી.આ સુચનાનો અમલ નહીં કરાતા કમિશનરે
એસ્ટેટ વિભાગના અધિકારીઓને ખખડાવ્યા હતા.
મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસનની અધ્યક્ષતામાં મળેલી
અધિકારીઓની બેઠકમાં શરુઆતથી કમિશનર
આક્રોશમાં જોવા મળ્યા હતા.સ્વચ્છતા સર્વેક્ષણને લઈ એક મહિના અગાઉ કમિશનર તરફથી
આપવામા આવેલી સુચના છતાં તંત્રના અધિકારીઓએ કામ પુરા કર્યાનથી. થલતેજ,બોડકદેવ સહીત
અન્ય વોર્ડમાં આવેલી ફૂટપાથ,પગથિયા
અને રેમ્પ તૂટેલી હાલતમાં જોવા મળતા કમિશનરે આસિસ્ટન્ટ સિટી ઈજનેર તથા ડેપ્યુટી
સિટી ઈજનેરોને કહયુ,આવુ જ
કામ કરવુ હોય તો નોકરીમાંથી કાઢી મુકો.તમામ ઝોનના એડીશનલ સિટી ઈજનેરોને સોમવાર
સુધીમાં કામગીરી પુરી કરવા તાકીદ કરી હતી. શહેરના રોડ ઉપરના ખાડા પુરવા હાલમાં પણ
કોલ્ડમિકસનો ઉપયોગ કરવામા આવતો હોવાથી કમિશનરે કહયુ,ચોમાસુ પુરુ થઈ ગયુ છતાં કોલ્ડમિકસનો ઉપયોગ કેમ કરો છો.