અમદાવાદ,ગુરુવાર,27 માર્ચ,2025
ચાંદખેડા વિસ્તારમાં ઓ.એન.જી.સી.સર્કલ પાસે આવેલા આદિત્ય
એવન્યુ બિલ્ડિંગની લિફટમાં ફસાયેલા ચાર લોકોને ફાયર વિભાગની ટીમે બહાર કાઢયા
હતા.ત્રીજા અને ચોથા માળની વચ્ચે લિફટ બંધ થઈ જતાં ફાયરના જવાનોએ દરવાજો તોડી
લિફટમાં ફસાયેલા લોકોને બહાર કાઢયા હતા.
ગુરુવારે બપોરે૧૨.૨૦ કલાકના સુમારે ફાયર વિભાગને રેસ્કયૂ
કોલ મળતા સબ ફાયર ઓફિસર સહીતના ફાયરના જવાનો સ્થળ ઉપર પહોંચ્યા હતા.ચાર માળના આ
બિલ્ડિંગમાં ત્રીજા અને ચોથા માળ વચ્ચે બંધ પડી ગયેલી લિફટમાં ફસાયેલા ગોવિંદભાઈ
પરમાર, ઉંવર્ષ-૫૪, રમીલાબહેન
ગોવિંદભાઈ પરમાર, ઉંમરવર્ષ-૫૨,જિજ્ઞેશ
ગોવિંદભાઈ શાહ, ઉંમર વર્ષ-૨૮ તથા
તેજલબહેન ગોવિંદભાઈ શાહ, ઉંમર
વર્ષ-૨૧ને લિફટનો દરવાજો તોડયા પછી ટેબલ મુકી બહાર કાઢવામાં આવ્યા હતા.ફાયર વિભાગે
ત્રીસ મિનીટમાં રેસ્કયૂ કામગીરી પુરી કરી હતી.
ચાર હજારથી વધુ ફાયર એન.ઓ.સી. રીન્યુની અરજી પેન્ડિંગ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની
સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ચાર હજારથી વધુ ફાયર એન.ઓ.સી.રીન્યુની પેન્ડિંગ અરજીના
મુદ્દે ચર્ચા થઈ હતી. નિયમ મુજબ,
બિલ્ડિંગ યુઝ પરમીશન મળે એ સમયે પહેલી વખત ફાયર વિભાગ દ્વારા સ્થળ તપાસ કરી
એન.ઓ.સી. આપવામાં આવતી હોય છે. એન.ઓ.સી. રીન્યુ કરવા માટેની સત્તા ફાયર સેફટી ઓફિસરોને આપવામા આવી છે. કમિટીમાં
ફાયર વિભાગના અધિકારીઓને ફાયર સેફટી ઓફિસરો સાથે સંકલન કરી ઝડપથી એન.ઓ.સી. માટેની
પેન્ડિંગ અરજીઓના નિકાલ માટે સુચના અપાઈ હતી.