(આક્ષેપિત હેડ કોન્સ્ટેબલ)
અમદાવાદ,રવિવાર
ઠક્કરનગર ચાર રસ્તા પર ખાણીપીણીની અનેક લારીઓ આવેલી છે. જ્યાં સામાન્ય રીતે રાતના સાડા બાર વાગે બાપુનગર પોલીસ લારી ગલ્લા બંધ કરાવે છે. શનિવારે રાતના સમયે ઠક્કરનગર ચાર રસ્તા પાસે ફુડ શોપના વેપારીઓ લારી બંધ કરવાની તૈયારીઓ શરૂ કરી હતી. ત્યારે નિકોલ પોલીસ સ્ટેશનની પીસીઆર વાનમા આઉટ સોર્સ ડ્રાઇવર અને એક હોમગાર્ડ જવાને અચાનક આવીને ફુડ સ્ટોલના માલિકો અને તેમના સ્ટાફને ધમકાવીેને એક યુવકને માર માર્યો હતો.