, મંગળવાર
નિકોલમાં સાત વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરીને મારમારી ગળુ દબાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં બાળકી ઘર પાસે રમતી હતી તે સમયે પડોશી શખ્સ આવ્યો હતો બાળકીને ઉપાડી અવાવરુ મકાનમાં લઇ જઇને દુષ્કર્મ આચર્યું હતુ. બાળકીએ રડતા આરોપી ત્યાંથી નાસી ગયો હતો. આ અંગે બાળકીના પિતાએ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.
બાળકીના પિતાએ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે પડોશી યુવકની અટકાયત કરી તપાસ શરૃ કરી
નિકોલ વિસ્તારમાં રહેતા યુવકે નિકોલ પોલીસ સ્ટેશનમાં પડોશમાં રહેતા ૨૧ વર્ષના યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે તેમની સાત વર્ષની પુત્રી ગઇકાલે ઘર પાસે રમી રહી હતી. તે સમયે પડોશી યુવક તેની પાસે આવ્યો હતો અને બાળકીને લલચાવી ફોસલાવી ત્યાં નજીકમાં આવેલા અવાવરુ મકાનમાં લઇ ગયો હતો જ્યાં એકલતાનો લાભ લઇને બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું, એટલું જ નહી બાળકીને મારમારી ગળુ દબાવીને હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.
બાળકી રડવા લાગી હતી અને તેના રડવાનો અવાજથી ડરીને આરોપી ત્યાંથી નાસી ગયો હતો. બીજીતરફ ઘરના સભ્યો બાળકીને શોધવા નીકળ્યા હતા, તે સમયે બાળકી રડતી હોવાનું સાંભળીને પરિવારજનો તેની પાસે પહોચ્યા હતા. બાળકીને ઇજાના નિશાન દેખાતા માતા-પિતાએ પૂછતા સમગ્ર હકીકત જણાવી હતી. આ અંગે માતા-પિતાએ આરોપી સામે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે પોલીસે પાક્સો અપહરણ સહિતની કલમ મુજબ ગુનો નોંધીને આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.