અમદાવાદ,ગુરુવાર,26 ડિસેમ્બર,2024
બોટાદ રેલવે લાઈન લેવલ ક્રોસીંગ-૨ ખાતે બની રહેલા ચેનપુર
અંડરપાસની કામગીરી જાન્યુઆરી-૨૫ના અંત સુધીમાં પુરી કરાશે.રુપિયા ૩.૧૫ કરોડના
ખર્ચથી બનાવવામા આવી રહેલા અંડરપાસની અત્યારસુધીમાં ૯૭ ટકા કામગીરી થઈ ગઈ
છે.અંડરપાસ શરુ થયા પછી દોઢ લાખ લોકોને લાભ થશે.
અમદાવાદ મ્યુનિ.ના ઈજનેર બ્રિજ પ્રોજેકટ વિભાગ દ્વારા
બનાવવામાં આવી રહેલા ચેનપુર અંજરપાસની કુલ લંબાઈ ૨૬૨.૭૩ મીટર છ.જેમાં જગતપુર તરફના
એપ્રોચની લંબાઈ ૧૨૯.૧૦ મીટર તથા ચેનપુર તરફના એપ્રોચની લંબાઈ ૧૧૫.૩૩ મીટર
છે.સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ કહયુ, અંડરપાસમાં રેલવે દ્વારા નિર્મિત બોકસની લંબાઈ ૧૮.૩૦ મીટર
છે.અંડરપાસના બંને તરફના કલીયર કેરેજ વેની પહોળાઈ ૭.૫૦ મીટર છે.જાન્યુઆરી-૨૫ના અંત
સુધીમાં અંડરપાસની બાકીની કામગીરી પુરી કરાયા પછી લોકાર્પણ કરવામાં આવશે.