Ahmedabad Crime: અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં શનિવાર (21મી ડિસેમ્બર)ની મોડી રાત્રે જૂથ અથડામણમાં એક વ્યકતિનું મોત થયું હતું.ફતેહવાડીમાં મસ્જિદ નજીક ફેબ્રિકેશનના ધંધાર્થીઓ વચ્ચે બોલાચાલી બાદ મારામારી સર્જાઇ હતી. સમગ્ર ઘટનામાં ત્રણ વ્યક્તિને ઈજા પહોંચી હતી જ્યારે એકનું મૃત્યુ થયું હતું. આ ઘટનાની જાણ થતાની સાથે જ ઉચ્ચ પોલીસના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
જાણો શું છે મામલો
મળતી માહિતી અનુસાર, ફતેહવાડીમાં શનિવારે મોડી રાત્રે એક જ પરિવારના સભ્યો વચ્ચે જૂથ અથડામણ થઈ હતી. ફેબ્રિકેશનના ધંધાની અદાવતમાં પિતરાઈ ભાઈઓ વચ્ચે આ બબાલ થઈ હતી. મામલો ઉગ્ર બનતા મારામારી પર બંને જુથના લોકો ઉતરી આવ્યાં હતા.
બે પક્ષો વચ્ચે સામસામે થયો પથ્થરમારો સર્જાયો હતો. જેમાં નવાજુદ્દીનનું મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.