અમદાવાદ,બુધવાર,8 જાન્યુ,2025
અમદાવાદના નવા પશ્ચિમઝોનમાં ખ્યાતી સર્કલથી બોપલ-આંબલી
ક્રોસ રોડસુધી માઈક્રોટનલીંગ પધ્ધતિથી ૧૮૦૦ મી.મી.વ્યાસની ટ્રંક મેઈન લાઈન નાંખવાની
કામગીરી સાથે શીલજ રેલવે લાઈન ક્રોસીંગ માટે બોકસ પુશીંગની કામગીરીમાં મુખ્ય રેલવે
લાઈનના પુશીંગની કામગીરી રેલવે દ્વારા કરવામાં આવનાર છે.રેલવે પાસે વાહન જ ના હોય
એમ મ્યુનિ.તંત્ર રૃપિયા ૧૮.૮૫ લાખની કીંમતની ઈનોવા ખરીદીને આપશે.
સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મંજૂરી માટે મુકવામાં આવેલી દરખાસ્ત
મુજબ, આંબલી રોડથી
ગોરાધુમાં વચ્ચે મુખ્ય રેલવે લાઈનના પુશીંગની
કામગીરી માટે સ્પેશિયલ ગવર્મેન્ટ પ્રાઈઝ મુજબ
રૃપિયા ૧૮.૮૫ લાખની કીંમતની ઈનોવા ક્રીષ્ટા જી-૮ સીટર ,ડીઝલ મોડલ કિલાસ્કર
મોટર પ્રા.લી.ના કવોટેશન મુજબ ખરીદી રેલવે ઓથોરીટીને કામગીરી માટે રોજેરોજના ઈન્સપેકશન
માટે આપવામાં આવશે.પશ્ચિમ રેલવે તરફથી કરવામાં આવનારી રેલવે લાઈન પુશીંગની કામગીરી
માટે મ્યુનિસિપલ કોર્પોરેશને કયા ચોકકસ કારણથી ૧૮ લાખની ઈનોવા ખરીદીને રેલવે ઓથોરીટીને સિનીયર સેકશન એન્જિનીયર(વર્કસ),(નોર્થ), અમદાવાદને આપવાની
થાય છે એ અંગે કમિટી સમક્ષ મંજૂરી માટે મુકવામાં આવેલી દરખાસ્તમાં કોઈ ચોકકસ ઉલ્લેખ
કરવામાં આવ્યો નથી.જયારે આ અગાઉ ઈનોવા ખરીદીને રેલવે ઓથોરીટીને આપવા ૨૫ સપ્ટેમ્બર-૨૪ના
રોજ મ્યુનિસિપલ કમિશનરના ઠરાવથી મંજૂરી આપવામા આવી છે.