Kidney Hospital in Ahmedabad: થોડા સમય પહેલા જ અમદાવાદની કિડની હોસ્પિટલમાં સ્ટાફ નર્સ ભરતી જાહેર થઈ હતી. હવે તેમાં ઘટાડો કર્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે, ઇન્સ્ટિટયૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર (IKDRC) જેવી સંસ્થા કાયમી સ્ટાફ માટે જાહેરાત બહાર પાડે છે. એક વર્ષે પરીક્ષા લેવાય 6 મહિના બાદ પરિણામ જાહેર થાય અને પરીક્ષાના બાદ નીમણુંક આપવાની વાત આવે અને પછી જાહેર કરેલ જગ્યાઓમાં ઘટાડો કરવામાં આવે છે.
જાણો શું છે મામલો
અહેવાલો અનુસાર, અમદાવાદની IKDRC કિડની હોસ્પિટલમાં એપ્રિલ 2023માં 31 કેડરની કુલ 1156 પોસ્ટની ભરતી જાહેર કરાઈ હતી. જેમાં તમામ કેડરની પરીક્ષા યોજવામાં આવ્યું હતું. જેનું મેરીટ જાહેર થયા બાદ કેટલાક કેડરના ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયું હતું અને કેટલાક કેડરની અનુગામી પ્રક્રિયા ચાલુ હતી. હાલ એવું જાણવા મળ્યું છે કે, સ્ટાફ નર્સની દર્શાવેલી જગ્યા 650 છે. આ પોસ્ટ માંથી 400નો ઘટાડો કરવામાં કરાશે.
આરોગ્ય જેવા અતિ મહત્વના અને સંવેદનશીલ વિભાગમાં સરકાર દ્વારા જગ્યા બહાર પાડવામાં આવે છે. IKDRC જેવી સંસ્થા દ્વારા પરીક્ષા યોજી ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરે અને અચાનક કહી દે સંપૂર્ણ જગ્યા ભરવામાં નહીં આવે અમે ઓટોનોમસ બોડી છીએ, અમારે ભરવી હસે એટલી જ ભરીશું. ત્યારે આ સ્ટાફ નર્સની ભરતી પહેલા નિમણૂકની પોસ્ટમાં ઘટાડો કરતા ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.