અમદાવાદ,શનિવાર,25 જાન્યુ,2025
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિભાગમાં આઉટ
સોર્સિંગથી કામ કરી રહેલાં સો કર્મચારીઓને મટીરીયલ કમિટીએ મંજૂર કરેલી દરખાસ્તથી
બખ્ખાં થઈ ગયા છે. કમિટીએ સો કર્મચારી જેમના કોન્ટ્રાકટની મુદત વર્ષ-૨૦૨૬ના
જાન્યુઆરીમાં પુરી થાય છે.તેમની મુદત વર્ષ-૨૦૨૫ ચાલતુ હોવા છતાં વધુ બે વર્ષ માટે
લંબાવી દેવામાં આવી છે.કમિટીના ચેરમેન બળદેવ પટેલ હજી એક વર્ષની વાર હોવાછતાં સો
કર્મચારીઓને વધુ એક વર્ષની મુદત કેમ લંબાવી અપાઈ એનુ કારણ આપી શકયા નહતા.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેકસ,હેલ્થ ઉપરાંત
લિગલ, સેન્ટ્રલ
ઓફિસ,નાણાં
વિભાગ સહીતના અન્ય વિભાગમાં ડેટા એન્ટ્રી,કમ્પ્યુટર
ઓપરેટર નો ૨૦૦ કર્મચારીનો સ્ટાફ આઉટ સોર્સિંગથી મેન પાવર મેળવી વિવિધ વિભાગમાં
ફાળવવામાં આવે છે.અલ્ટ્રામોર્ડન નામની એજન્સી મેનપાવર પુરો પાડવાનો કોન્ટ્રાકટ
ધરાવે છે. શુક્રવારે મળેલી મ્યુનિ.ની મટીરીયલ મેનેજમેન્ટ કમિટીની બેઠકમાં
અલ્ટ્રામોર્ડન એજન્સી દ્વારા આઉટ સોર્સિંગથી ફાળવવામાં આવેલા કર્મચારીઓ પૈકી જેમની
મુદત ફેબુ્રઆરી-૨૦૨૫માં પુરી થતી હતી તેમના સમયમાં વધુ બે વર્ષના સમયનો વધારો કરવા
દરખાસ્ત મંજૂર કરાઈ છે. આ ઉપરાંત સો જેટલા અન્ય આઉટ સોર્સિંગથી લેવામાં આવેલાં
કર્મચારી કે જેમની મુદત ૮ જાન્યુઆરી-૨૦૨૬ના રોજ પુરી થાય છે તેમ છતાં કુલ ૨૦૦
મેનપાવરનો કોન્ટ્રાકટ એકત્ર કરીને ટેન્ડરની મુદત વધુ બે વર્ષ માટે લંબાવીને નવો
વર્કઓર્ડર આપવા માટેની દરખાસ્ત મંજૂર કરી હતી.
આ અંગે કમિટીના ચેરમેને મૌન સેવ્યુ હતુ.