અગાઉ રામોલમાં પણ કેમીકલ પકડાયું હતુ
જપ્ત કરાયેલા કેમીકલનો ઉપયોગ નશો વધારવા માટે થતો હતોઃ પીસીબી દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી
Updated: Dec 9th, 2023
અમદાવાદ,શનિવાર
છારાનગરમાં પીસીબીએ શનિવારે દરોડો પાડીને જોખમી કેમીકલ મિશ્રિત તાડીનું વેચાણ કરી રહેલી મહિલા બુટલેગરની ધરપકડ
કરી છે. તાડીમાં નશો વધારવા માટે જોખમી કેમીકલને ઉમેરીને વેચાણ કરવામાં આવતું હતું.
ઉલ્લેખનીય છે કે થોડા મહિના પહેલા એક્સપ્રેસ હાઇવે પાસેથી પણ તાડી અને કેમીકલનો જથ્થો
મળી આવ્યો હતો. આમ, તાડીમાં કેમીકલ
મિક્સ કરીને વેચાણ કરવાનું મોટું કૌભાંડ ચાલતું હોવાનું બહાર આવ્યું છે. પીસીબીના પીએસઆઇ બી આર ક્રિશ્ચિયન તેમના સ્ટાફ સાથે સરદારનગર
વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે સમયે બાતમી
મળી હતી કે સરદારનગર રેલવે ફાટક પાસે છારાનગરમાં રહેતી અર્ચના સંદીપ તંમચે નામની મહિલા
બુટલેગર જોખમી કેમીકલ અને તાડીને મિક્સ કરીને વેચાણ કરે છે. જેના આધારે દરોડો પાડીને
૧૩૮ જેટલી કોથળી ભરેલી તાડી મળી આવી હતી. આ
ઉપરાંત, કેમીકલ પણ
મળી આવ્યું હતું. જેને તાડીમાં ભેળવવામાં આવ્યું હતું. આ કેમીકલ ખુબ જોખમી હોય છે.
જે વધારે પ્રમાણમાં શરીરમાં આવી જાય તો જીવ પણ જઇ શકે છે.