અમદાવાદ,રવિવાર
ઠક્કરનગર ચાર રસ્તા પાસે આવેલા પુષ્પકુંજ કોમ્પ્લેક્સમાં પીસીબીના સ્ટાફે દરોડો પાડીને પોપટ ચકલીનો જુગાર રમી રહેલા છ જુગારીઓને ઝડપી લીધા હતા. જ્યારે ત્રણ આરોપીઓ ફરાર થઇ ગયા હતા. આ અંગે પોેલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પીસીબીના પીઆઇ જે પી જાડેજાને બાતમી મળી હતી કે ઠક્કરનગર ચાર રસ્તા પાસે વસંતનગર વિભાગ-૧ નજીક પુષ્પકુંજ કોમ્પ્લેક્સ પાસે કેટલાંક લોકો ચકલી પોપટનો જુગાર રમાડે છે.
જેના આધારે પોલીસે દરોડો પાડીને રાજેશ વઢીયારી (રહે. વસંતનગર), કિરણ પરમાર ( વિરાટનગર), મનોજ પંચાલ (જીવન ટ્વીન બંગ્લોઝ,નિકોલ), વિજય પરાતે (વિરાટનગર), ભરત સિંધી (પુષ્પ રેસીડેન્સી, વસ્ત્રાલ) અને રાજુ ઠાકોર ( બાપુનગર)ને ઝડપીને ૩૨ હજારની રોકડ જપ્ત કરી હતી. જ્યારે જીતુ સોંલકી, મનોજ રાઠોડ અને લક્ષ્મણ રાઠોડ ફરાર થઇ ગયા હતા. આ અંગે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.