એ.એમ.ટી.એસ.ના જમાલપુર ડેપોની જગ્યામાં એનીમલ રેસ્કયુ સેન્ટર બનાવવા દરખાસ્ત
Updated: Dec 12th, 2023
અમદાવાદ,મંગળવાર,12 ડીસેમ્બર,2023
અમદાવાદમાં રખડતા પશુનો ત્રાસ અટકાવવા માટે કેટલ પોન્ડ બનાવવા
સહિતની કામગીરી માટે રાજય સરકાર પાસેથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાણાંકીય
ગ્રાન્ટની માંગણી કરાશે.એ.એમ.ટી.એસ.ના જમાલપુર ખાતે આવેલા ડેપોની જગ્યામાં એનીમલ
રેસ્કયુ સેન્ટર બનાવવા મંજુરી માંગતી દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજુ કરવામાં
આવી છે.
શહેરમાંથી રખડતા પશુનો પ્રશ્નનો કાયમી નિકાલ તથા
અટકાવ-નિયમન પોલીસીની અમલવારી માટે કાયમી પગલા લેવાના ભાગરુપે પકડાયેલા પશુઓને
રાખવા કેટલ શેડ-કેટલ પોન્ડ બનાવવા,હયાત
કેટલપોન્ડને અપગ્રેડ કરવા સહિતની કામગીરી કરાવવા માટે રાજય સરકાર પાસેથી જરુરી
નાણાંકીય સહાય ગ્રાન્ટરુપે માંગવાની કાર્યવાહી કરવા મ્યુનિસિપલ કમિશનરને સત્તા
આપવામાં આવશે.એ.એમ.ટી.એસ.ડેપો જમાલપુર વિસ્તારમાં આવેલો છે.ડેપોની ૭૦ હજાર
ચોરસમીટર જગ્યા પૈકીની પાંચ હજાર ચોરસમીટર જગ્યામાં એનીમલ રેસ્કયુ સેન્ટર -કેટલ
પોન્ડ બનાવવા સ્ટેન્ડિંગ કમિટિની મંજુરી માંગવામાં આવી છે.મ્યુનિ.દ્વારા પકડવામાં
આવેલા પશુઓ પૈકી પશુ માલિકો દ્વારા છોડાવવામાં નહીં આવેલા પશુઓને શહેર બહાર લઈ જવા
ઈચ્છુક પાંજરાપોળ, ગૌ-શાળા
જેવી સંસ્થાઓને ૧થી ૩૦ કે ૩૧ તારીખ સુધીમાં માસિક લઘુત્તમ ૭૫૦ના બદલે ૫૫૦ પશુઓ
અહીંથી લઈ જવા તથા આવશ્યક સંજોગોમાં જો આ મુજબ, અમદાવાદ મ્યુનિ.દ્વારા શહેર બહાર પશુઓને મોકલવાના થાય તો
ટ્રાન્સપોર્ટેશન ખર્ચ મ્યુનિ.તંત્ર ભોગવશે.આ કામગીરી માટે નવી સંસ્થા નકકી કરવા
તેમજ પશુ બહારગામ મોકલતી સંસ્થાને વનટાઈમ આજીવન નિભાવખર્ચ પેટે પશુ દીઠ રુપિયા ૭
હજાર ચુકવાશે.અન્યથા પશુ દીઠ રુપિયા ૪ હજારની ચુકવણી કરવા,ટ્રાન્સપોર્ટેશન
સહિતની કામગીરી કરવા મ્યુનિ.કમિશનરને સત્તા આપવામાં આવશે.