અમદાવાદ, શનિવાર
એક તરફી પ્રેમમાં પાગલ રાજકોટના યુવકને બાપુનગર વિસ્તારમાં રહેતી યુવતીએ યુવક સાથે સબંધ રાખવાનો ઇન્કાર કરી દીધો હતો. જેથી યુવકે બદનામ કરવાના આશયથી છળકપટથી યુવતીના ફોનમાંથી તેના પ્રેમી સાથેના અંગત પળોના ફોટા મેળવી લીધા હતા અને ઇન્ટાગ્રામ પર મૂકીને વાયરલ કર્યા હતા. આ બનાવ અંગે બાપુનગર પોલીસે યુવક સામે ગુનો નોેંધી વધુ તપાસ હાથ ધરી છે.
બાપુનગરની યુવતીને ત્રણ વર્ષ પહેલા ઇન્સ્ટાગ્રામના માધ્યમથી યુવક સાથે સંપર્ક થયો હતો,યુવતી બીજા યુવકના પ્રેમમાં પડતાં બન્ને વચ્ચે તકરાર થઇ હતી
બાપુનગર વિસ્તારમાં રહેતી ૧૯ યુવતીએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં રાજકોટના યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે ૨૦૨૨ યુવતી બાપુનગર ખાતે અભ્યાસ કરતી હતી. ત્યારે અન્ય યુવતી મિત્ર બની હતી અને તે ફોનથી તેની સાથે વાતચીત કરતી હતી. અભ્યાસ પૂર્ણ થયા બાદ પણ ઇન્સ્ટાગ્રામ આઇડી સાથે એક ગૃપમાં જોડાઇ હતી જેમાં સ્કૂલના મોટા ભાગના મિત્રો મેમ્બર હતા. તે મિત્રો પૈકી રાજકોટનો મયંક નામનો યુવક હતો તેણે યુવતીને રિકવેસ્ટ મોકલતાં સ્વીકારતા બન્ને એક બીજા સાથે મેસેજથી અને ફોનથી વાત કરતા હતા.
થોડા સમય વાત કર્યા બાદ આરોપીએ આખુ નામ જાહેર કરીને રાજકોટ ખાતે રહેતો હોવાની વાત કરી હતી ૨૦૨૩માં યુવતીનો જન્મદીન હોવાથી આરોપીએ રૃબરૃ મળવાની વાત કરી હતી. જો કે કોઇ કારણસર તે મળી શકી ન હતી. ત્યારબાદ એપ્રિલ માસમાં તે અમદાવાદ આવ્યો હતો અનેે એક કેફેમાં મળવા બોલાવી હતી. જો કે, યુવતીએ ઇન્કાર કરી દીધો હતો. જેથી બહેનપણીએ તેણે સંપર્ક કરીને કાફેમાં મળ્યા હતા ત્યારે યુવકે ફરિયાદી યુવતીને બર્થડેની એડવાન્સ ગિફ્ટ આપી હતી. બીજીતરફ યુવતી સંગીત શીખવા માટે ક્લાસીસમાં જતી હતી. ત્યાં બીજા યુવક સાથે પ્રેમ સબંધ બંધાયો હતો. તે સમયે કેટલાક અંગત પળોના ફોટોગ્રાફ પાડયા હતા. જો કે, આ અંગે આરોપીને જાણ થતા તેણે તેની સાથે સંપર્ક તોડી નાંંખવા જણાવ્યું હતું, ઉપરાંત આરોપીએ પ્રેમ સબંધ રાખવાની વાત કરી તો ન માની ન હતી.
આ દરમિયાન આરોપીએ ફરિયાદી યુવતીના મિત્રનો સપંર્ક કર્યો હતો અને રિવરફ્રન્ટ ઉપર મળ્યો હતો. ત્યારે આરોપીએે ફરિયાદી યુવતીના ફોનમાંથી તેના તથા પ્રેમીના અંગત પળોના ફોટોગ્રાફ મેળવી લીધા હતા. પછી આરોપી અવાર નવાર યુવતીને ફોેન કરીને સબંધ રાખવા દબાણ કરતો હતો પરંતુ તેણે ઇન્કાર કરી દતાં યુવકે ફોટા વાઇરલ કરવાની ધમકી આપતો હતો. જો કે, આરોપીએ યુવતીના પ્રેમીનું ફેક આઇડી બનાવી તેના પર બન્નેના અંગત ફોટા વાયરલ કર્યા હતા.