અમદાવાદ,રવિવાર
શહેરના વિજય ચાર રસ્તા પાસે આવેલા શ્રીજી વડાપાઉના સંચાલકો દ્વારા નબળી ગુણવતાનું બટર વાપરવામાં આવતું હોવાનો આક્ષેપ કરતો એક વિડીયો સાશિયલ મિડીયામાં વાયરલ થયો છે. જેમાં શ્રીજી વડાપાઉના એક કર્મચારીએ ગ્રાહકો સાથે એમ કહ્યું હતુ કે તમે બધે જ ડુપ્લીકેટ બટર અને ઝેર જ ખાવ છો… અને ત્યારબાદ તેણે એક મહિલા સાથે ગેર વર્તણુક કરી હતી. ગ્રાહકોએ મામલો બીચકતા પોલીસને પણ જાણ કરી હોવાનું જાણવા મળ્યું છે. વિજય ચાર રસ્તા પર આવેલા શ્રીજી વડાપાઉનો એક વિડીયો રવિવારે સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો. શ્રીજી વડાપાઉમાં સંચાલકો દ્વારા મનભરીને વડાપાઉમાં બટરનો ઉપયોગ કરે છે. પરંતુ, આ બટર બ્રાંડેડ હોવાનું કહીને નબળી ગુણવતા હોવાનો આરોપ ગ્રાહકોએ સોશિયલ મિડીયામાં વાયરલ વિડીયોમાં કર્યો છે. જો કે આ વિડીયોમાં દુકાનનો એક કર્મચારી તમે બધે જ ઝેર અને ડુપ્લીકેટ બટર ખાવ છો.. તેમ કહીને એક મહિલા સાથે ગેરવર્તન કર્યું હતું. જેના કારણે હોબાળો થયો હતો. જે અંગે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી.
આ વિડીયો વાયરલ થયા અંગે હાલ ગુજરાત યુનિવર્સિટી પોલીસ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું નથી. પરંતુ, વિડીયોમાં શ્રીજી વડાપાઉના સંચાલકો પણ નબળી ગુણવતાના બટર અંગે ખુલાસો કરી શક્યા નહોતા. નોંધનીય છે કે આ પ્રકારના બટર અને ચીજ વસ્તુઓના કારણે તબિયત પર પણ વિપરીત અસર પડે છે.