અમદાવાદ,શનિવાર
વડોદરામાં રહેતા યુવકને બાઇકની ખરીદી કરીને ફાયન્સ કંપનીની લોન લીધી હતી જો કે યુવક કામ અર્થે મહેમદાવાદ આવ્યો હતો જો કે બાઇકની લોનના હપ્તા બાકી હોવાથી ફાઇનાન્સ કંપની દ્વારા બાઇક સીઝ કર્યું હતું. બાદમાં થોડા સમય પછી અમદાવાદ આરટીઓમાંથી મેસજ આવ્યો હતો જેમાં બીજાના નામે બાઇક ટ્રાન્સફર થયેલું હતું. જેથી યુવકે વસ્ત્રાલ આરટીઓ ખાતે તપાસ કરતાં નકલી આરસીબુક અને તેમની આરટીઓ ફોર્મમાં પત્નીની ખોટી સહિઓ કરીને બાઇક બીજાના નામે ટ્રાન્સફર કરાયું હોવાની જાણ થઇ હતી. આ બનાવ અંગે રામોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રામોલ પોલીસે આરટીઓમાં નકલી દસ્તાવેજ રજૂ કરનારા અમદાવાદના ઓટો કન્સલ્ટના જવાબદાર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
વડોદરામાં રહેતા યુવકે રામોલ પોલીસ સ્ટેશનમાં મીરઝાપુર ઓટો કન્સલ્ટના જવાબદાર સામે ફરિયાદ નોંધાવી છે કે યુવકે ૨૦૨૧માં પોતાની પત્નીના નામે બાઇકની ખરીદી કરી હતી અને ફાઇન્સ કંપનીમાંથી લોન લીધી હતી જે તે સમયે પત્નીના નામની વડોદરા આરટીઓમાંથી તેમની પત્નીના નામથી આર.સી.બુક મળી હતી. મહિને ૩૮૪૭ની ૪૮ હપ્તાની લોન કરી હતી.
જો કે ૧૬ હપ્તા ભર્યા બાદ ધંધો વ્યવસ્થિત ચાલતો ન હોવાથી હપ્તા ભરી શકેલા ન હતા. દોઢ વર્ષ પહેલા યુવક કામ અર્થે મહેમદાવાદ આવ્યો હતો જ્યાં ફાઇનાન્સ કંપનીના માણસોએ યુવક પાસેથી બાઇક સીઝ કરી દીધું હતું. બાદમાં તાજેતરમાં આરટીનો મેસેજ આવ્યો હતો જેમાં બાઇક બીજાના નામે ટ્રાન્સફર થયેલું હતું. જેને લઇને યુવકે વસ્ત્રાલ આરટીઓ ખાતે તપાસ કરતાં નકલી આરસીબુક અને તેમની આરટીઓ ફોર્મમાં પત્નીની ખોટી સહિઓ કરીને બાઇક બીજાના નામે ટ્રાન્સફર કરાયું હોવાની જાણ થઇ હતી. આ ઘટના અંગે રામોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.