અમદાવાદ,રવિવાર
કેડિલા ફાર્મા મેનેજીગ ડીરેક્ટર ડૉ, રાજીવ મોદી વિરૂદ્વ
તેમની પર્સનલ આસીટન્ટ દ્વારા બળાત્કાર,
છેડતી અને ધમકીના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા. જે મામલે પિડીતાએ મહિલા પોલીસ
સ્ટેશન અને વસ્ત્રાપુર પોલીસ મથકમાં અરજી કરી હતી. જો કે પોલીસે આ મામલે કોઇ કાર્યવાહી ન કરતા છેવટે મહિલાએ ગુજરાત હાઇકોર્ટમાં
રજૂઆત કરી હતી. જેમાં મહિલાએ રાજીવ મોદી વિરૂદ્વ કરેલા આક્ષેપોને ગંભીરતાથી લઇને ડીઆઇજી કક્ષાના અધિકારીને આ સમગ્ર કેસના તપાસ કરીને
રિપોર્ટ આપવા માટે જણાવાયું હતું. જે રિપોર્ટના આધારે ગુજરાત હાઇકોર્ટે તાકીદ કરતા રવિવારે સાંજે કેડિલાના
રાજીવ મોદી અને એચ આર મેનેજકર જોહસન મેથ્યુ સામે દુષ્કર્મ, છેડતી અને ધમકી આપ્યાની
વિવિધ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ કેસમાં મહિલા પોલીસના એસીપી વિરૂદ્વ પણ પિડીત મહિલાએ ગંભીર આરોપો મુક્યા હતા.
જે બાદ આ વિવાદ વધુ વકર્યો હતો.કેડિલા ફાર્માના સીએમડી ડૉ. રાજીવ મોદી વિરૂદ્વ તેમની પર્સનલ આસીટન્ટ અગાઉ કામ કરતી બલ્ગેરિયન યુવતીએ
ગંભીર આક્ષેપ અંગે અરજી કરી હતી કે તેને ગત ઓગસ્ટ ૨૦૨૨માં એત જોબ સોલ્યુશનના માધ્યમથી
કેડિલામાં નોકરી મળી હતી. તેની નોકરી દરમિયાન
રાજીવ મોદી ઉદેપુર,જમ્મુ જેવા
સ્થળો લઇ જતા ત્યારે અવારનવાર લોકોની હાજરીમાં
અણછાજતુ વર્તન કરતા હતા. જે વાતથી યુવતી નારાજ થઇ જતા તેણે વિરોધ કર્યો હતો. પણ રાજીવ મોદી તેને કહેતા હતા કે જો નોકરી કરવી હોય
તો બાંધછોડ કરવી પડશે. આ ઉપરાંત, ૨૨ ફેબુ્રઆરીથી ૨૬મી
માર્ચ દરમિયાન તેની સાથે છારોડીમાં આવેલા ફાર્મ હાઉસમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું
અને આ વાત કોઇને કહેશે જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. જો કે યુવતીએ આ
અંગે કેડિલા ફાર્માના એચ આર મેનેજર જહોસન મેથ્યુને આ અંગે જાણ કરી ત્યારે તેમણે પણ
યુવતીને નોકરી માટે આ મામલે સમાધાન રાખવા કહ્યું હતુ. જેથી કંટાળીને યુવતીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન અને પશ્ચિમ મહિલા પોલીસ
સ્ટેશનમાં રાજીવ મોદી અને જોહસન સામે અરજી આપી હતી. પરંતુ, પોલીસે આ અંગે કાર્યવાહી
કરવાને બદલે રાજીવ મોદીનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. છેવટે યુવતીએ હતાશ થઇને ન્યાય
માટે ગત ૨૩મી નવેમ્બરના રોજ ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જેમાં રજૂઆત સાથે
તમામ પુરાવા ુપણ રજૂ કર્યા હતા. જે બાબતને ગંભીરતાથી લઇને ગુજરાત હાઇકોર્ટે ગત ૨૩મી
ડિસેમ્બરના રોજ ડીઆઇજી કક્ષાના અધિકારીને આ મામલે તપાસ કરીને રિપોર્ટ સબમીટ કરવા માટે
તાકીદ કરી હતી. જે રિપોર્ટમાં પુરાવા અને તથ્યને
ધ્યાનમાં રાખીને જણાવવામાં આવ્યું હતું કે દુષ્કર્મ કેસમાં રાજીવ મોદીની સંડોવણી છે
અને એચ આર મેનેજર જહોસન મેથ્યુ પણ સમગ્ર્ ઘટનાથી વાકેફ હોવા છતાંય, કોઇ કાર્યવાહી કરી
નહોતી. જે રિપોર્ટને આધારે ગુજરાત હાઇકોર્ટે તાકીદની અસરથી ગુનોે નોધવા માટે સુચના
આપતા સોલા પોલીસે આઇપીસીની કલમ ૩૭૬, ૩૫૪ , ૫૦૪ અને ૫૦૬ હેઠળ
ગુનો નોંધવાનો હુકમ કરતા સોલા પોલીસે યુવતીની ફરિયાદ લઇન રાજીવ મોદી અને જહોસન મેથ્યુ સામે તપાસ શરૂ કરી છે. આ અંગની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર આર એચ સોંલકી
દ્વારા તપાસ કરવામાં આવશે.
રાજીવ મોદી સામેના આરોપો સંદર્ભમાં અન્ય બાબતો અંગે ઉંડાણપૂર્વક તપાસ કરાશે
કેડિલા ફાર્માના સીએમડી રાજીવ મોદી અને એચ આર મેનેજર સામે નોંધાયેલી ફરિયાદ સંદર્ભમાં
પુરાવા અંગે પોલીસની શંકાસ્પદ ભૂમિકા સહિતના ચાર મહત્વના મુદ્દાઓ
રહેલા છે. જે મુજબ
૧. યુવતીએ ફરિયાદની
સાથે આપેલા ૨૮ પુરાવા તપાસ માટે મહત્વના છે. જેમાં ઇમેઇલ, મેસેજીસ અને ડોક્યુમેન્ટ
સહિતના પુરાવાઓ જોડવામાં આવ્યા છે. આ એક એક પુરાવા અંગે પોલીસ મુદ્દાસર તપાસ કરશે.
૨. યુવતીએ એચ આર મેનેજર જ્હોસન મેથ્યુને ઇમેઇલથી અને ફોન કરીને
સીએમડી રાજીવ મોદી અંગે ફરિયાદ કરી હતી. આમ,
એચ આર મેનેજર પણ જાણતા હોવા છતાંય,
નિયમ પ્રમાણે કોઇ કાર્યવાહી કરી નહોતી.
૩. મહિલા પોલીસ સ્ટેશનના એસીપી હિમાલી જોષી પર પણ આ કેસને લઇને
ગંભીર આરોપ મુકાયા છે. જેમાં હિમાલી જોષીએ યુવતી પાસે કેટલાંક કાગળો પર સહી લીધી હતી.
જેમાં અરજી પરત લેવા માટે પણ દબાણ કરાયું હતું .
સાથે સાથે વસ્ત્રાપુર પોલીસે પણ પુરાવા સાથેની અરજીને ગંભીરતા પૂર્વક લીધી નહોતી.
જેથી પોલીસની શંકાસ્પદ ભૂમિકાને લઇને તપાસ કરાશે.
૪. યુવતીએ અન્ય ગંભીર
આરોપ એ પણ લગાવ્યો હતો કે તેને નોકરી માટે વર્ક વિઝા પર બોલાવવામાં આવી છે. તેવી જાણ
હતી. પરંતુ, તેેને બાદમાં
ખ્યાલ આવ્યો હતો કે તેને બિઝનેસ વિઝા પર ભારત લાવવામાં આવી હતી. આમ,
આ બાબતને લઇને તપાસ કરવા માટે માંગણી કરવામાં આવી છે.