Three Murder in Ahmedabad : અમદાવાદમાં ઉત્તરાયણનો તહેવાર લોહીયાણ રહ્યો છે. અમદાવાદમાં હત્યા, ચોરી અને લૂંટની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં વસ્ત્રાલ, બહેરામપુરા અને વસ્ત્રાપુરમાંથી હત્યાના કિસ્સા સામે આવ્યા છે. જેમાં વસ્ત્રાલમાં પતિ-પત્ની વચ્ચે માથાકૂટ થતાં દીકરાએ ચપ્પુ વડે હુમલો કરી સાવકા પિતાની હત્યા કરી દીધી છે. જ્યારે બહેરામપુરામાં બુટલેગરે વ્યજનો ધંધો કરતા યુવકની હત્યાને અંજામ આપ્યો છે. જ્યારે વસ્ત્રાપુરમાં 75 વર્ષીય NRIની હત્યા કરવામાં છે. અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં હત્યાના ત્રણ બનાવો બનતાં આરોપીની ધરપકડ કરવા માટે ધમપછાડા શરૂ કરી દીધા છે.
પતિ-પત્નીની ઝઘડામાં દીકરાએ પિતાને છરી ઘા માર્યા
અમદાવાદના વસ્ત્રાલમાં આવેલા શિવમ આવાસ યોજનાના મકાનમાં મિનેષ જોશી અને તેમની પત્ની વચ્ચે બોલાચાલી થઇ હતી. આ દરમિયાન તેમનો સાવકો દીકરો અલ્પેશ જોશી આવી ચઢ્યો હતો અને સાવકા પિતા મિનેષને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ અલ્પેશની વાત માન નહી અને અલ્પેશ સાથે મારામારી શરૂ કરી દીધી હતી. ઝઘડો વધી જતાં આસપાસમાંથી લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું. આ દરમિયાન અલ્પેશ દોડીને ઘરમાંથી ચપ્પુ લઇને આવ્યો અને ઉપરાછાપરી ઘા ઝીંક્યા હતા.
આ દરમિયાન મિનેષભાઇની પત્નીએ 108 એમ્બ્યુલન્સને ફોન કરી બોલાવી હતી અને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડૉક્ટરની ટીમે મૃત જાહેર કરી કરી રામોલ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી હત્યાનો ગુનો નોંધી તપાસ ધમધમાટ શરૂ કર્યો છે.
બહેરામપુરા વિસ્તારમાં પત્ની સાથેના પ્રેમ સંબંધમાં હત્યા
શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, કાગડાપીઠ પોલીસ સ્ટેશનની હદમાં આવેલી ઊંટવાળી ચાલીમાં કિરણ ચૌહાણ સહિત બે શખ્સોએ ચાકુના ઘા મારી નીતિન પઢિયાર નામના યુવકની હત્યા કરી છે. પ્રાથમિક તપાસમાં પત્ની સાથેના પ્રેમ સંબંધમાં હત્યા થઈ હવાનું સામે આવ્યું છે. જો કે, આ સમગ્ર મામલે કાગડાપીઠ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ઘરી છે.
વસ્ત્રાપુરમાં સ્પામાં કામ કરતી મહિલાએ લૂંટ બાદ કરી હત્યા
અમદાવાદના વસ્ત્રાપુરના મોહિની ટાવરમાં 13 જાન્યુઆરીએ પોતાના જ ઘરમાંથી કનૈયાલાલ ભાવસારનો મૃતદેહ મળી આવ્યો હતો. કનૈયાલાલની પત્ની વર્ષા ભાવસાર જ્યારે ઘરે આવી ત્યારે તેઓને તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. શરૂઆતમાં મૃતદેહ પર કોઈ નિશાન ન દેખાતા તેને કુદરતી મૃત્યુ માની લેવામાં આવ્યું હતું. જોકે, કેટલીક કિંમતી વસ્તુઓ ગુમ હોવાનું ધ્યાને આવતા પત્નીને શંકા થતાં પોલીસમાં ફરિયાદ કરવામાં આવી. ત્યારબાદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમમમાં મોકલી તપાસ હાથ ધરી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યા બાદ હત્યાનો ઘટસ્ફોટ થયો હતો.
મહિલાએ લૂંટ સાથે કરી હત્યા
આ મામલે વધુ તપાસ હાથ ધરતા પોલીસને જાણ થઈ કે, જ્યારે હત્યા કરવામાં આવી ત્યારે કનૈયાલાલ ભાવસાર ઘરે એકલા હતાં. બપોરે દોઢથી અઢી વાગ્યાની વચ્ચે એક મહિલા સિક્યોરિટી ઓફિસમાં એન્ટ્રી કર્યા વિના જ પ્રવેશ કરવા દેવામાં આવ્યો હતો. બાદમાં પોલીસે આ અજાણી મહિલાને શંકાસ્પદ ગણી તપાસ હાથ ધરી. વધુ તપાસ કરતાં જાણ થઈ કે, ઘરમાંથી અનેક કિંમતી ઘરેણા અને મોંઘી વસ્તુઓ ગુમ થઈ હતી. બાદમાં, પોલીસે શંકાસ્પદ મહિલા અને તેની સાથીની ધરપકડ કરી આ વિશે વધુ તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન સામે આવ્યું કે, કેનેડાના કાયમી નિવાસી કનૈયાલાલ ભાવસાર વારંવાર અમદાવાદ આવતા હતાં. જ્યાં તેઓ એક સ્પામાં જતાં. આ સ્પામાં તેમની મુલાકાત હીના નામની યુવતી સાથે થઈ હતી. લગભગ 18 મહિના મહિલા પહેલાં હીના કનૈયાલાલના સંપર્કમાં આવી હતી. બાદમાં જ્યારે પણ કનૈયાલાલ ભાવસાર અમદાવાદ આવતા ત્યારે હીના તેમને ઘરે મળવા જતી. જોકે, હીનાને જાણ થઈ કે, કનૈયાલાલ એનઆરઆઈ છે અને તેમની પાસે કિંમતી વસ્તુઓ છે તો તેણે લાલચમાં આવી લૂંટનો પ્રયાસ કર્યો હતો.
ગળુ દબાવી કરી હત્યા
આ લૂંટની યોજનામાં હીનાએ આનંદ નામના વ્યક્તિને સાથે રાખ્યો હતો. કનૈયાલાલ અમદાવાદ આવ્યા એવી માહિતી મળતાં જે તેણે લૂંટની યોજના બનાવી. તે કનૈયાલાલને તેમના ઘરે મળવા ગઈ અને જેવી તક મળી કે, તેમને બેભાન કરી દીધાં. બાદમાં કોઈને ધ્યાને ન આવે તેમ આનંદને ઘરમાં પ્રવેશ કરાવી ઘરની તમામ કિંમતી વસ્તુઓ ચોરી કરી રહ્યા હતાં. જોકે, આ દરમિયાન કનૈયાલાલને આંશિક રીતે ભાનમાં આવતા હીનાની યોજના નિષ્ફળ થઈ રહી હતી. ત્યારે હીનાએ ગભરાઈને કનૈયાલાલ ભાવસારનું ગળુ દબાવી તેમની હત્યા કરી ચોરેલી વસ્તુ ત્યાંથી લઈને ભાગી ગયાં.
પોલીસે આપેલી માહિતી અનુસાર, બંને આરોપી રિલીફ રોડ વિસ્તારમાં ચોરેલા મોબાઈલ ફોનને વેચવાનો પ્રયાસ કરતા ઝડપાઈ ગયા હતાં. સીસીટીવી ફૂટેજ દ્વારા બંને આરોપીઓને શોધવામાં મદદ મળી હતી. અમે ફ્લાઇટ ટિકિટ પણ શોધી કાઢી હતી જેના પરથી સામે આવ્યું કે, બંનેની મુંબઈ ભાગી જવાની યોજના છે. બંને આરોપી હાલ કસ્ટડીમાં છે અને આ વિશે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.