Ahmedabad AMC News | અમદાવાદના ગ્રીન કવર એરિયામાં વધારો કરવાની સુફીયાણી વાતો વચ્ચે ત્રણ વર્ષમાં બગીચા ખાતાએ શહેરના વિવિધ વિસ્તાર અને મ્યુનિ.ના પ્લોટ તેમજ રોડ ડિવાઈડર ઉપર વાવેલા 70.94 લાખ રોપાં પૈકી 24.83 લાખ રોપાં કરમાઈ ગયા છે.ત્રણ વર્ષમાં બગીચા ખાતાએ કુલ રુપિયા 66.21 કરોડના 394 કામ બગીચાને લગતી કામગીરી માટે કોન્ટ્રાકટરોને આપ્યા હતા. આ પૈકી 323 કામ કવોટેશનથી જયારે 71 કામ સિંગલ ટેન્ડરથી અપાયા હતા.
ગ્લોબલ વોર્મિંગના તોળાઈ રહેલાં ભય અને પર્યાવરણનું જતન કરવાની શાસકો દ્વારા દુહાઈ આપવામાં આવે છે. મિશન મિલીયન થ્રી અંતર્ગત ત્રીસ લાખથી વધુ રોપાં રોપાયા હોવાનો દાવો આગળ કરીને શાસકપક્ષના હોદ્દેદારો દ્વારા વૃક્ષ વાવતા ફોટા પાડીને તેને વિવિધ સોશિયલ મિડીયા ઉપર અપલોડ કરવામાં આવે છે.
વર્ષ-2011 માં થયેલી ગણતરી મુજબ શહેરનો ગ્રીન કવર એરીયા 4.66 ટકા હતો.જે પછી શાસકો તરફથી શહેરનો ગ્રીન કવર એરીયા 12 ટકાથી વધારીને 15 ટકા સુધી પહોંચાડવાની જાહેરાત કરાઈ હતી.વિપક્ષનેતા શહેજાદખાન પઠાણે કહયુ,ત્રણ વર્ષમાં વાવવામાં આવેલા 70 લાખથી વધુ રોપાં પૈકી 24 લાખથી વધુ રોપાં કરમાઈ જાય આમ છતાં એકપણ કોન્ટ્રાકટરને બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી મ્યુનિસિપલ વહીવટીતંત્ર કે સત્તાધારી પક્ષ તરફથી કરવામાં આવી નથી.અલગ અલગ સ્પોટ ઉપર રોપાં રોપાયા પછી તે રોપાંઓને સમયસર પાણી પાવા માટેની કામગીરી પણ કોન્ટ્રાકટર પાસેથી કરાવવામાં આવતી હોય છે.રોપાંનુ જતન નહીં થતાં કરમાઈ જાય છે.
રોપાં રોપવાં કયા વર્ષમાં કેટલો ખર્ચ કરાયો?
પાંચ વર્ષમાં 6536 વૃક્ષ કાપવા મંજૂરી અપાઈ