શાહઆલમથી મિત્રને મળવા યુવક નારોલમાં ગયો હતો ત્યારે હુમલો કર્યો
ગંભીર હાલતમાં યુવક સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ
Updated: Dec 22nd, 2023
અમદાવાદ, શુક્રવાર
નારોલમાં યુવક પોતાના મિત્રને મળવા ગયો હતો ત્યારે ત્રણ શખ્સો આવ્યા આવ્યા હતા અને અગાઉની અદાવત અને મિત્રની પત્ની સાથે આડા સંબંધની શંકા રાખીને ઝઘડો કર્યો હતો. એટલું જ નહી ત્રણેય શખ્સોએ યુવકને છરીના પાંચ ઘા મારીને ફરાર થઇ ગયા હતા. ત્યારે ઇજાગ્રસ્ત યુવકે સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. આ બનાવ અંગે નારોલ પોલીસે ત્રણ આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
છરીના ઘા મારી લોહી લુહાણ હાલતમાં મૂકી આરોપીઓ નાસી ગયા, ગંભીર હાલતમાં યુવક સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ
શાહઆલમમાં રહેતા રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા ૩૬ વર્ષીય યુવક થોડા દિવસો આગાઉ ફરિયાદી યુવકને તેના મિત્રની પત્ની સાથે હોવાની શંકા રાખીને અગાઉ બે ત્રણ વખત બંને વચ્ચે ઝઘડો પણ થઇ ચુક્યો હતો. બસ આજ બાબતની અદાવત રાખીને ગુરુવારે રાત્રે ફરિયાદી યુવક નારોલ પાસે વોરાજીના બિલ્ડીંગ પાસે ઉભો હતો. ત્યારે એક રીક્ષામાં બેસીન ત્રણ શખ્સોેએ આવીને યુવક સાથે માથાકૂટ કરી હતી.
યુવક કંઇ વિચારે તે પહેલા ત્રણેય શખ્સોએ છરીના પાંચ ઘા મારી દીધા હતા. આ સયયે બુમાબુમ થતા આસપાસના લોકો ભેગા થતા ત્રણેય શખ્સો યુવકને લોહી લુહાણ હાલતમાં મૂકીને ત્યાંથી નાસી ગયા હતા. જ્યારે ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો જ્યાં તેને ટાંકા લેવા પડયા હતા. આ ઘટના અંગે નારોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.