નરોડામાં આવેલા પેટ્રોલ પંપ ઉપર ગઇકાલે રાતે બાઇક ચાલકે રૃા.૧૦૦નું પેટ્રોલ પુરાવ્યા બાદ ઓછું પેટ્રોલ ભર્યું હોવાનું કહીને તકરાર કરી હતી અને પંપના કર્મચારીને લાફો મારીને ઓફિસમાં તોડફોડ કરી હતી. આ બનાવ અંગે સરદારનગર પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નરોડામાં મેનેજર માપીયું લેવા ગયા તો આરોપીએ હોકી દંડાથી પેટ્રોલ પંપના મશીનો અને ઓફિસમાં તોડફોડ કરી ઃ સરદારનગર પોલીસે ચાર સામે ગુનો નોંધી તપાસ શરુ કરી
મણીનગરમાં રહેતા પેટ્રોલ પંપ ઉપર મેનેજરે સરદારનગર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે રાતે પેટ્રોલ પંપ ઉપર આરોપીએ રૃા.૧૦૦નું પેટ્રોલ પુરાવ્યા બાદ ઓછું પેટ્રોલ ભર્યું હોવાનું કહીને તકરાર કરી હતી અને પંપના કર્મચારીને લાફો મારીને ઓફિસમાં તોડફોડ કરી હતી.
મેનેજર આવીને વાત કરી તો માપીયાની માંગણી કરીને તેમને ગાળો બોલવા લાગ્યા હતા મેનેજર માપીયું લેવા ગયા તો આરોપીઓ ઓફિસમાં જઇને તોડફોડ કરી હતી. આ બનાવ અંગે સરદારનગર પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.