શાહપુર દરવાજા બહાર શંકા રાખીને પતિએ પત્ની અને પુત્રને દંડાથી માર માર્યા
પતિએ મારતા પત્ની સારવાર હેઠળ માધુપુરા પોલીસે ગુનો નોંધ્યો
Updated: Jan 8th, 2024
અમદાવાદ, સોમવાર
શાહપુર દરવાજા બહાર આવેલી ચાલીમાં રહેતા પતિ મકાન લેવા માટે સાળા પાસે મદદ માગી હતી પરંતું તેની પાસે સગવડ ન હોવાની વાત પત્નીએ પતિને કરી હતી. જેથી પતિએ પત્નીને કહ્યું કે તને બધા જોયા કરે છે એટલે તારે મકાન બદલવું નથી કહીને ખોટી શંકા રાખીને દંડાથી પત્નીને માર મારી લોહી લુહાણ કરી હતી. એટલું જ નહી પુત્ર છોડાવવા વચ્ચે પડતા તેને પણ ફટકાર્યો હતો. આ બનાવ અંગે માધુપુરા પોલીસે પતિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સાળાએ મકાન માટે મદદની ના પાડતા સસરાના મકાનમાં રહેતા પતિએ મારતા પત્ની સારવાર હેઠળ માધુપુરા પોલીસે ગુનો નોંધ્યો
શાહપુર દરવાજા બહાર ચાલીમાં રહેતી અને ખાનગી કંપનીમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતી ૩૬ વર્ષની મહિલાએ માધુપુરા પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ સામે ફરિયાદ નાંેધાવી છે કે ૧૯ વર્ષ પહેલા મહિલાના લગ્ન થયા હતા. જેમાં તેને બે સંતાનમાં છે અને તેઓ મહિલાના પિતાના મકાનમાં રહે છે. તા. ૭ જાન્યુઆરીએ તેઓ પરિવાર સાથે ઘરે હાજર હતા ત્યારે પતિને તેને કહ્યંુ કે તેમ નવુ મકાન ખરીદવા માટે વાત કરતા હતા પરંતુ તેના ભાઇએ આ બાબતે વાત કરતા મારા ભાઇએ કહ્યું કે તમારી પાસે સગવડ હોય તો તમે તો રાખી લો હું મદદ કરી શકું તેમ નથી.
તેમ કહેતા પતિએ ઉશ્કેરાઇને કહ્યું ચાલીમાં બધા તને જોવે છે એટલે તારે મકાન બદલવું નથી તેમ ખોટી શંકા રાખીને બિભત્સ ગાળો બોલીને દંડાથી પત્નીને માથા તથા કપાળમાં માર માર્યો હતો. એટલું જ નહી પુત્ર છોડાવવા વચ્ચે પડતા તેને પણ ફટકાર્યો હતો. આ સમયે બુમાબુમ થતા આસપાસના લોકો આવી જતા બંને માતા-પુત્રને છોડાવ્યા હતા. ત્યારે ઇજાગ્રસ્ત માતાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ બનાવ અંગે પત્નીએ પતિ સામે માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નાંેેધી વધુ તપાસ હાથ ધરી છે.