સૈજપુબોઘાની મહિલાનો દહેજના દૂષણથી પાંચ વર્ષમાં જીવન સંસાર બગડયો
ફોન ઉપર વાત કરેતો શંકા રાખીને મારઝૂડ કરતો હતો
Updated: Dec 24th, 2023
અમદાવાદ, રવિવાર
સૈજપુરમાં રહેતી મહિલાનું દહેજના દૂષણના કારણે તથા દિકરીઓના જન્મથી લગ્નના પાંચ વર્ષમાં જીવન સંસાર પડી ભાંગ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ખાસ કરીને પતિ જુગારમાં રૃપિયા હારી ગયા પછી માર મારઝૂડ કરીને પિતા પાસેથી રૃપિયા લાવવા માટે દબાણ કરીને મારતો હતો. આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે માનસિક તેમજ શારીરિક ત્રાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જુગારમાં રૃપિયા હારી ગયા પછી પતિ માર મારી પિતાના ઘેરથી રૃપિયા લાવવા દબાણ કરતો, ફોન ઉપર વાત કરેતો શંકા રાખીને મારઝૂડ કરતો હતો
સૈજપુર બોઘા ખાતે રહેતી યુવતીએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં રાજસ્થાનના વતની બંટી સહિત સાસરીના છ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાના ૨૦૧૮માં લગ્ન થયા હતા લગ્નના એક વર્ષ સુધી સાસરીયા સારી રીતે રાખતા હતા બાદમાં બે દિકરીના જન્મ બાદ સાસરીયા દ્વારા મારઝૂડ કરીને માનસિક તેમજ શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો.
એટલું જ નહી જુગારમાં રૃપિયા હારી જાય તો મહિલાને તેના પિતા પાસેથી રૃપિયા લાવવા માટે દબાણ કરતો હતો અવાર નવાર હેરાન કરતા મહિલા પિયરમાં રહેવા આવતી અને પરત જતી હતી અને રૃપિયા લાવવાની ના પાડે તો પતિ ગેસ સિલિન્ડરથી સળગાવી દેવાની તથા પોતે પણ પંખે લટકીને મરી જવાની ધમકી આપતો હતો. ંમહિલા પિયરમાં આવીને સગા સાથે વાતચીત કરતી હોય તો ફોન કેમ વધુ સમય સુધી બીજી કેમ આવે છે કહી શંકા રાખીને તકરાર કરતો હતો. પત્ની કંટાળીને ચાર મહિનાથી પિયરમાં રહેવા આવી ગઇ હતી પરતુ પતિ સામે પણ જોતા ન હોવાથી આખરે કંટાળીને પતિ સહિત સાસરીયા સામે ફરિયાદ કરતાં કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.