ઓનેસ્ટના પ્રહલાદનગર તથા ગજાનંદ પૌઆના પરિમલ ગાર્ડન પાસેના એકમને વીસ હજારનો દંડ
Updated: Jan 4th, 2024
અમદાવાદ,ગુરુવાર,4 જાન્યુ,2024
અમદાવાદમાં વેચાતી ખાદ્યચીજમાંથી ઈયળ નીકળવાનો સિલસિલો
યથાવત રહયો છે.પ્રહલાદનગર ખાતે આવેલા ઓનેસ્ટના પાર્સલમાના આચારમાંથી તથા પરિમલ
ગાર્ડન પાસે આવેલા ગજાનંદ પૌઆની કોકોનેટ ચટણીમાંથી ઈયળ નીકળતા બંને એકમને વીસ-વીસ
હજાર રુપિયાનો દંડ કરવામાં આવ્યો છે.
શહેરના પ્રહલાદનગર ખાતે આવેલા પ્રિયા હોસ્પિટાલિટી(ઓનેસ્ટ)
ખાતેથી ૩ જાન્યુઆરીના રોજ પંજાબી ફિકસ પાર્સલ મંગાવનારના પાર્સલના આચારમાંથી ઈયળ
નીકળતા તેનો વિડીયો સોશિયલ મિડીયા ઉપર વાયરલ કરી મ્યુનિ.તંત્રને ફરિયાદ કરી
હતી.મ્યુનિ.ના એડીશનલ એમ.ઓ.એચ.ડોકટર ભાવિન જોષીએ આ એકમને નોટિસ ઈશ્યૂ કરી રુપિયા
વીસ હજારનો દંડ કરવા ઉપરાંત મિકસ આચાર અને
બ્રાઉનગ્રેવીના સેમ્પલ લઈ તપાસ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી
આપવામાં આવ્યા છે.ચાર જાન્યુઆરીએ જોધપુર ચવાણા એન્ડ સ્વીટ માર્ટ,પાલડી ખાતેથી
ચમચીમાં જીવાત મળવાની ફરિયાદ બાદ એકમને નોટિસ આપી રુપિયા પાંચ હજારનો દંડ કરી
સમોસા અને રસમલાઈના સેમ્પલ લઈ તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે.પરિમલ ગાર્ડન પાસે
આવેલા ગજાનંદ પૌઆમાંથી કોકોનેટ ચટણીમાંથી જીવાત મળી આવતા નોટિસ આપી રુપિયા વીસ
હજારનો દંડ કરવા ઉપરાંત કોકોનેટ ચટણીનુ સેમ્પલ લઈ લેબોરેટરી તપાસમાં મોકલવામાં
આવ્યુ છે.