ગેરકાયદે દબાણ દુર કરતુ મ્યુનિસિપલ તંત્ર પોલીસપાસેથી પ્લોટનો કબજો લઈ ના શકયુ,વિપક્ષ
Updated: Jan 4th, 2024
અમદાવાદ,ગુરુવાર,4 જાન્યુ,2024
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નિકોલમાં આર્થિક નબળા વર્ગના
લાભાર્થીઓ માટે ૧૧૮૦ આવાસ બનાવવા મ્યુનિ.તંત્રે મંજુરી આપી હતી.આ પ્લોટમાં પોલીસ
સ્ટેશન બનાવાયેલુ છે.પોલીસ સ્ટેશન દુર ના કરતા અંતે નિકોલમાં બનાવવાના ૧૧૮૦ આવાસ
હંસપુરા ખાતે બનાવવા સ્ટેન્ડિંગ કમિટિએ દરખાસ્ત મંજુર કરી છે.શહેરમાં ગેરકાયદે
દબાણ દુર કરતુ મ્યુનિસિપલ તંત્ર પોલીસ પાસેથી પ્લોટનો કબજો લઈ ના શકયુ હોવાનો
વિપક્ષે આક્ષેપ કર્યો છે.
પૂર્વઝોનના નિકોલ વોર્ડમાં ટી.પી.સ્કીમ નંબર-૧૧૯ના ફાયનલ
પ્લોટ નંબર-૧૭૦માં નિકોલ પોલીસ સ્ટેશનવાળા પ્લોટમાં ૧૩ ઓકટોબર-૨૦૨૨ના સ્ટેન્ડિંગ
કમિટી ઠરાવથી આર્થિક નબળા વર્ગના
લાભાર્થીઓ માટે ૧૧૮૦ આવાસ બનાવવા કોન્ટ્રાકટર ભાવના પ્રોપર્ટી ડેવલપર્સને ૧૬ ડિસેમ્બર-૨૦૨૨થી વર્કઓર્ડર આપવામાં આવ્યો
હતો.પરંતુ આ પ્લોટમાં નિકોલ પોલીસ સ્ટેશન હોવાથી પાર્ટભાગનુ પઝેશન ના મળવાથી આવાસ
બનાવવાનુ આયોજન ખોરંભે પડયુ હતુ.દરખાસ્ત મુજબ, મ્યુનિસિપલ કમિશનરે ૨૪ નવેમ્બર-૨૦૨૩ની રિવ્યુ મિટીંગમાં
અન્ય પ્લોટમાં આવાસ યોજના હેઠળના આવાસ બનાવવા સુચના આપી હતી.વિપક્ષનેતા શહેજાદખાન
પઠાણે,શહેરમાં
ગેરકાયદે દબાણ દુર કરતુ મ્યુનિસિપલ તંત્ર પોલીસ પાસેથી પ્લોટનો કબજો લેવામાં
નિષ્ફળ નિવડયુ હોવાનો આક્ષેપ કર્યો છે.સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને પોલીસ વિભાગ
લોકોની સલામતી અને સુરક્ષાને લગતી ફરજ બજાવે છે.તેમને અન્યત્ર વિકલ્પ ના મળતા મ્યુનિ.તંત્રે આ આવાસ
હંસપુરા ખાતે બનાવવા નિર્ણય કર્યો છે.