વટવાની મહિલાને પ્રેમલગ્ન કરવું ભારે પડયું ઃ શંકા રાખી પતિ મારઝૂડ કરતો
અલગ રહેવા ગયા તો માતાથી અલગ કર્યા કહી ભર્ગવતી થઇ છતા પતિ મારતો
Updated: Dec 26th, 2023
અમદાવાદ, મંગળવાર
વટવામાં રહેતી મહિલાને પ્રેમલગ્ન કરવાનું ભારે પડયું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. લગ્નના આઠ મહિનામાં જ છૂટાછેડા થયા હતા, ત્યારબાદ સમાધાન કરીને સાસરીમાં રહેવા આવી બાદમાં કરમની કઠણાઇ એવી કે દિકરીને જન્મ થયો તો પતિ મારે તો દિકરો જોઇતો હતો કહીને માનસિક તેમજ શારિરીક ત્રાસ આપીને મારઝૂડ કરતો હતો. આ બનાવ અંગે વટવા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અલગ રહેવા ગયા તો માતાથી અલગ કર્યા કહી ભર્ગવતી થઇ છતા પતિ મારતો, દિકરીને જન્મ કેમ આપ્યો મારે તો દિકરો જોઇતો હતો કહી ગૃહ કલેશ
વટવામાં રહેતી ૨૭ વર્ષીય મહિલાએ વટવા પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસુ સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાએ યુવક સાથે ૨૨૦૧૭માં પ્રેમલગ્ન કર્યા હતા બાદમાં થોડા સમય પિયરમાં રહી હતી બાદમાં બન્ને ભાગી ગયા હતા અને થોડા સમયમાં ઘરે આવી રહેવા લાગ્યા હતા. જ્યાં થોડો સમય સારી રાખી રાખ્યા બાદ નાની બાબતમાં તકરાર શરુ કરી હતી મહિલા બિમાર હોય તો પણ પતિ અને સાસુ ઘરમાં રહેવું હોય તો કામ કાજ કરવું પડશે તેમ કહીને માનસિક તેમજ શારિરીક ત્રાસ આપતા હતા.
શંકા વહેમ રાખીને પતિ મારઝૂડ કરતો હતો, જેથી આઠ મહિના બાદ મહિલાએ છૂટાછેડા લઇ લીધા હતા, એક મહિના પછી પતિ માતા પિતાના ઘર ેઆવીને સમજાવીને સમાધાન કરીને પરત લઇને આવ્યો હતો, બાદમાં પતિ પત્ની જુદા રહેવા ગયા હતા દોઢ વર્ષ પછી મહિલા ગર્ભવતી તે વખતે પતિ મારઝૂડ કરતો હતો. તે મને મારી માતાથી અલગ કર્યો કહીને ગાળો બોલીને મારઝૂડ કરતો હતો. તેમાંયે દિકરીનો જન્મ થતાં મારે તો દિકરો જોઇતો હતો હતો કહીને હેરાન ગતિ વધી ગઇ હતી. આખરે કંટાળીને મહિલાએ ફરિયાદ કરતાં વટવા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.