કૃષ્ણનગરમાં એક તરફી પ્રેમમાં પાગલના ત્રાસથી યુવ તીને ઘર બહાર જવું ભારે કર્યું
મહિલા ડોકટરનો પીછો કરી હેરાન પરેશાન કરતા પોલીસે છેડતીનો ગુનો નોંધી તપાસ શરુ કરી
Updated: Jan 9th, 2024
અમદાવાદ,મંગળવાર
કૃષ્ણનગરમાં ફીઝીયોથેરાપીસ્ટ મહિલા ડોકટરે પૂર્વ પ્રેમી સાથે સંબંધ તોડી નાખ્યો હતો છતા શખ્સ તેને ફોન અને મેસેજ કરીને હેરાન કરી છેડતી કરતો હતો તેમજ વાત કરવા દબાણ કરતો હતો. એટલું જ નહી શખ્સ મહિલા ડોકટરનો પીછો કરતો હતો અને મહિલા ડોકટરના પિતાને તે મારી સાથે વાત નહી કરે તો અન્ય છોકરા સાથે જોઇશ તેને જોઇ લઇશ તેવી ધમકી આપી હતી. જેથી કંટાળીને મહિલા ડોકટરે પૂર્વ પ્રેમી સામે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં છેડતીની ફરિયાદ નોધાવી છે.
પાંચ વર્ષથી રિલેશનમાં હતા, સંબંધ રાખવાની ના પાડતા મહિલા ડોકટરનો પીછો કરી હેરાન પરેશાન કરતા પોલીસે છેડતીનો ગુનો નોંધી તપાસ શરુ કરી
કૃષ્ણનગર વિસ્તારમાં રહેતી અને નિકોલમાં આવેલ ફીઝીયોથેરાપી ક્લીનીક ખાતે ડોકટર તરીકે પ્રેક્ટિસ કરેતી ૨૩ વર્ષીય યુવતીએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમા વસ્ત્રાલમાં રહેતા યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે ૨૦૧૯માં યુવતી યુવકના સંપર્કમાં આવી હતી ત્યારબાદ બંને વચ્ચે રિલેશનશીપ પણ બંધાઇ હતી. જો કે છ મહિના પહેલા યુવતીને યુવક સાથે સંબંધ રાખવો ન હોવાથી તેને વાત-ચીત કરવાનું બંધ કર્યું હતું તેમ છતા યુવક અવાર નવાર અલગ અલગ નંબરથી ફોન અને મેસેજ કરીને હેરાન-પરેશાન કરતો હતો.
આખરે કંાટાળીને નંબર બ્લોક કર્યો તેમ છતાં જુદા-જુદા નંબર પરથી ફોન કરીને વાતો કરવા દબાણ કરતો હતો. એટલું જ નહી તા ૩૦ ડિસેમ્બરના રોજ યુવતી ઘરેથી ક્લીનીક પર જવા નીકળી ત્યારે આરોપીએ પીછો કરીને તેની પાસે પહોચ્યો હતો અને છૂટીને યુવતી એક યુવક સાથે ઘરે જતી હતી જ્યાં તેનો પીછો કરીને રસ્તામાં તું કેમ મારી સાથે વાત નથી કરતી કહીને હેરાન કરી હતી. ત્યારબાદ યુવતીના પિતાએ ફોન ઉપાડતા શખ્સે ધમકી આપી કે તમારી દીકરી મારી સાથે વાત નહી કરે તો તેને અન્ય છોકરા સાથે જોઇશ તો તેને જોઇ લઇશ તેવી ધમકી આપી હતી. જેથી કંટાળીને યુવતીએ પૂર્વ પ્રેમી સામે કૃષ્ણનગરમાં છેડતીની ફરિયાદ નોંધાવી છે.