મણિનગરમાં ધરમ કરતા ધાડ પડી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો
દોરો તોડીને મહિલાના ચહેરા ઉપર લાઇટ બંધ ચાલું કરીને નાસી ગયા
Updated: Dec 12th, 2023
અમદાવાદ, મંગળવાર
મણિનગરમાં રહેતી મહિલાને ધરમ કરતા ધાડ પડી હતી, મહિલા સોસાયટીમાં હિંચકા ઉપર બેઠા હતા આ સમયે મોપેડ ઉપર બેસીને બે શખ્સો આવ્યા હતા તેઓ પ્રથમ સરનામું પૂછ્યું હતું. બાદમાં પાવા માટે પાણી માંગ્યું હતું. જેથી મહિલા પાણી લેવા જતા હતા આ સમયે આરોપીઓ તેમના ગળામાં પહેલી રૃા. ૫૦ હજારની ચેઇન તોડીને નાસી ગયા હતા. આ બનાવ અંગે ખોખરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મહિલાને પ્રથમ સરનામું પૂછ્યું બાદમાં પાણી માગ્યું, બુકાનીધારી શખ્સો દોરો તોડીને મહિલાના ચહેરા ઉપર લાઇટ બંધ ચાલું કરીને નાસી ગયા
મણીનગરમાં રહેતી મહિાલાએ ખોખરા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે કે તેઓએ ગળામાં ૧૨ ગ્રામના મોતી સાથે સોનાની ચેઇન પહેરીને સોમવારે રાત્રે સોસાયટીમાં હિંચકા ઉપર બેઠયા હતા ત્યારે તેમની સોસાયટીમાં મોપેડ ઉપર બે અજાણ્યા શખ્સો આવ્યા હતા. બન્ને શખ્સો વાહનની લાઇટ મહિલાના ચહેરા તરફ કરીને ચાલુ બંધ કરી રહ્યા હતા. આથી મહિલા ઉભા થઇને તેમની પાસે જતા બન્ને પૈકી એક શખ્સે વિજયપાર્ક સોસાયટીનું એડ્રેસ પૂછયું હતું.
એટલું જ નહી મહિલા બતાવતા એક શખ્સે તેમની પાસે પીવા માટે પાણી માંગ્યુ હતું આથી મહિલા અજાણ્યા શખ્સ માટે ઘરે પાણી લેવા જતા હતા ત્યારે બન્ને શખ્સોએ રૃા. ૫૦,૦૦૦ની કિંમતની સોનાની ચેઇન ગળામાંથી ખેંચીને ત્યાંથી મોપેડ ઉપર ફરાર થઇ ગયા હતા. જેના પગલે મહિલાએ તાત્કાલિક પોલીસ કંટ્રોલરૃમમાં જાણ કરી હતી. આ અંગે ખોખરા પોલીસે ગુનો નોંધીને આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરા ફુટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.