શાહઆલમનો યુવક પડી ગયા બાદ મોપેડથી ટક્કર મારી
બોલ ભાઇ..દાદા બોલ કહીને બે શખ્સોએ જીવલેણ હુમલો કર્યો
Updated: Dec 31st, 2023
અમદાવાદ, રવિવાર
શાહઆલમમમાં રહેતો યુવક પોતાના મિત્રને મળવા નારોલ વિસ્તારમાં ગયો હતો ત્યારે રાત્રીના સમયે ત્રણ શખ્સો આવ્યા આવ્યા હતા અને અગાઉની અદાવત અને મિત્રની પત્ની સાથે આડા સંબંધની શંકા રાખીને ઝઘડો કર્યો હતો. ત્રણમાંથી બે શખ્સોએ પ્રથમ દંડાથી માર માર્યા બાદ યુવકને છરાના ના ઘા મારવાનું શરૃ કરી દીધું હતું. એક બે નહી પરંતુ પાંચ છરીના ઘા મારતા યુવક લોહી લુહાણ હાલતમાં જમીન પર પડી ગયા હતો આ જોતા જ આસપાસના લોકો ભેગા થઇ ગયા અને ત્રણ શખ્સો રીક્ષા લઈને ફરાર થઈ ગયા હતા. અગાઉના બનાવનો આ બનાવના વિડિયો આજે વાયરલ થતાં પોલીસ દોડતી થઇ હતી.
મિત્રની પત્ની સાથે આડા સબંધની શંકા રાખીને બોલ ભાઇ..દાદા બોલ કહીને બે શખ્સોએ જીવલેણ હુમલો કર્યો
શાહઆલમમાં રહેતા ૩૬ વર્ષીય યુવકને થોડા દિવસો અગાઉ તેના મિત્ર સાથે તકરાર થઈ હતી કારણ કે આરોપી તેના પર શંકા રાખતો હતો કે તેની પત્નીના આડા સંબંધ ફરિયાદી યુવક સાથે છે. જેની અદાવત રાખીને અગાઉ બે ત્રણ વખત બંને વચ્ચે ઝઘડો પણ થઇ ચૂક્યો હતો. આજ બાબતની અદાવત રાખીને થોડા દિવસ અગાઉ રાત્ર ફરિયાદી યુવક નારોલ પાસે વોરાજી ના બિલ્ડીંગ પાસે ઉભો હતો.
ત્યારે એક રિક્ષામાં બેસીને ત્રણ શખ્સો શખ્સ એમ ત્રણેય આવીને ફરિયાદી યુવક સાથે સાથે તકરાર કરવાનું શરૃ કર્યું હતું. જોતજોતામાં બે શખ્સોએ તેમની પાસે રહેલા દંડા અને છરો કાઢીને યુવકને મારવાનું ચાલુ કરી દીધું હતું. જેમાં યુવકને એક પછી એક ચપ્પાના પાંચ ઘા મારવામાં આવતા તે જમીન બેભાન થઈ અને લોહી લુહાણ હાલતમાં પડી ગયો હતો.તો પણ મોપેડથી ટક્કર મારતા હતા. ગંભીર રીતે ઘાયલ યુવકને સારવાર માટે સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ બનાવનો વિડિયો આજે વાયરલ થયો હતો. નારોલ પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.