Coldplay Concert In Ahmedabad : અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આગામી 25-26 જાન્યુઆરીના રોજ યોજાનારા કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટનું વેચાણ શરૂ થયા બાદ અમુક સમયમાં હજારો ટિકિટ વેચાઈ ગઈ હતી. જ્યારે બુક માય શોએ જણાવ્યું હતું કે, કોલ્ડપ્લે કોન્સર્ટ નિહાળવા આવતા લોકો માટે પાર્કિંગની વ્યવસ્થા ન હોવાથી જાહેર વાહનોમાં પરિવહન કરીને આવવાનું રહેશે.
કોલ્ડપ્લે કોન્સર્ટમાં આવનારા માટે પાર્કિંગ નથી
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આગામી 25-26 જાન્યુઆરીએ ઈન્ટરનેશનલ મ્યુઝિક કોલ્ડપ્લે કોન્સર્ટ યોજાવાનો છે. જેને લઈને કોન્સર્ટમાં જવા ઈચ્છુકોએ બુક માય શોના માધ્યમથી ટિકિટની ખરીદી કરી છે. જ્યારે ટિકિટના વેચાણ બાદ બુક માય શો દ્વારા જણાવાયું હતું કે, કોન્સર્ટમાં આવતા પ્રેક્ષકો માટે પાર્કિંગની વ્યવસ્થા ન હોવાથી જાહેર વાહનનો ઉપયોગ કરવાનું જણાવ્યું છે. જો કે, IPL સહિતની મેચમાં પાર્કિંગની વ્યવસ્થા હોય છે, પરંતુ આ કોન્સર્ટમાં પાર્કિંગ મળશે નહી.
આ પણ વાંચો: HMPV ને લઇને અમદાવાદ શિક્ષણ વિભાગ હરકતમાં, DEO એ જાહેર કરી એડવાઈઝરી
કોન્સર્ટને લઈને પોલીસે જણાવ્યું હતું કે, કોન્સર્ટમાં મોટી સંખ્યામાં લોકો આવે છે. ત્યારે પોલીસ બંદોબસ્ત મામલે આયોજકો સાથે મિટિંગ કરાય હતી. જ્યારે પાર્કિંગને લઈને કોઈ ચર્ચા કરાય ન હતી. જો કે, આગામી દિવસોમાં મિટિંગ થાય ત્યારે પાર્કિંગ અંગે નિર્ણય કરાશે.
કોલ્ડપ્લે કોન્સર્ટના આયોજકોને DCPUની નોટિસ
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટ યોજાઈ તે પહેલા આયોજકોને નોટિસ પાઠવાઈ હતી. કોલ્ડપ્લે કોન્સર્ટના આયોજકોને ડિસ્ટ્રિક્ટ ચાઈલ્ડ પ્રોટેક્શન યુનિટ (DCPU) દ્વારા નોટિસ ફટકારી હતી. કોન્સર્ટ વખતે જાહેર મંચ પર બાળકોને ન બોલાવવા અંગે નોટિસમાં જણાવ્યું હતું. કોન્સર્ટ દરમિયાન 120 ડેસિબલથી વધુનો અવાજ ઉત્પન્ન થતો હોવાથી બાળકો માટે આટલો અવાજ ઘોંઘાટરૂપ સાબિત થતા તેમના કાન અને મન પર અસર પહોંચે છે. જેને ધ્યાનમાં રાખીને DCPUએ નોટિસમાં બાળકોને ઈયરપ્લગ વગર સ્ટેડિયમમાં પ્રવેશ ન આપવા જણાવ્યું.