અમદાવાદ,બુધવાર,22
જાન્યુ,2025
આગામી વર્ષ-૨૦૩૬માં અમદાવાદ ઓલિમ્પિક-૨૦૩૬ માટે દાવેદારી
કરી શકે તે હેતુથી કરવા કન્સલ્ટન્ટ કોલાઝ
ડિઝાઈન પ્લાનિંગ પ્રા.લિમિટેડ પાસે શહેરનો
માસ્ટર પ્લાન રૃપિયા ૧૨.૫૬ કરોડ ફી ચૂકવીને તૈયાર કરવામાં આવશે. વિકસિત ભારત
વર્ષ-૨૦૪૭માં શહેરના થનારા વિકાસને ધ્યાનમાં રાખીને અર્બન પ્લાનિંગ,રોડ
ઈન્ફ્રાસ્ટ્રકચર,પાણી,ગટર અને ટ્રાફિક
સહીતના મુદ્દાને સીટી માસ્ટર પ્લાનમાં
ધ્યાનમાં લેવામાં આવશે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈતિહાસમાં કનસ્લ્ટન્ટને
પ્લાનિંગ માટે રૃપિયા ૧૨ કરોડથી વધુ ફી ચૂકવવા મંજુરી અપાઈ હોય એવી પ્રથમ ઘટના
હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળે છે.
અમદાવાદને વર્ષ-૨૦૩૬માં ઓલિમ્પિક ના યજમાન બનવા મળે એ
હેતુથી મેટ્રોપોલીટન શહેરના ડેવલપમેન્ટ મુજબ વિઝન-૨૦૩૬ તથા વિકસિત અમદાવાદ-૨૦૪૭ માટેનો સીટી માસ્ટર પ્લાન તૈયાર કરવા બીડરો
પાસેથી ઓફર મંગાવવામાં આવી હતી.વિઝન-૨૦૩૬ તેમજ વિકસિત ભારત-૨૦૪૭ના માપદંડને
ધ્યાનમાં રાખીને શહેરમાં ટ્રાન્સપોર્ટેશન
માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવશે.કોલાઝ ડિઝાઈન પ્લાનિંગ પ્રા.લિમિટેડને સીટી માસ્ટર પ્લાન બનાવવા આપવામાં આવેલી
મંજુરીને લઈ સીટી ઈજનેર હરપાલ સિંહ ઝાલાએ કહયુ, લોજીસ્ટીક,
હોસ્પિટાલીટી,હેલ્થ
સહીતની બાબત ડોકયુમેન્ટેશન વખતે ધ્યાનમાં લેવામાં આવી હતી. આ ઉપરાંત આ એજન્સીએ
યુ.કે.માં યોજાયેલા ઓલિમ્પિક અંગે પણ પ્લાનિંગની કામગીરી કરી છે. અમદાવાદ શહેરની
જરુરીયાત મુજબ હયાત ટી.પી.રસ્તા,
ટ્રાન્સપોર્ટ ફેસીલીટી,
સીટી ઈન્ફ્રાસ્ટ્રકચર,ટ્રાફીક
વગેરે બાબતનો ડિટેઈલ સર્વે કરીને સીટી માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવશે.ત્રણ સ્ટેજમાં
માસ્ટર પ્લાન બનાવવામાં આવશે.ઈન્ડસ્ટ્રીયલ,
કોમર્શિયલ, હેરીટેજ, વેધર કલાઈમેટ
સહીતના વિવિધ મુદ્દાઓને પણ આવરી લેવામાં આવશે.પહેલા સ્ટેજમાં શહેરની વર્તમાન
પરિસ્થિતિ,આગામી
સમયમાં આવનારા પ્રોજેકટ વગેરેનુ ઉંડાણપૂર્વક વિશ્લેષણ કરાશે.બીજા સ્ટેજમાં જુદા
જુદા ક્ષેત્રમાં સંકળાયેલા સ્ટેક હોલ્ડરની તબકકાવાર સલાહ તથા માર્ગદર્શન
લેવાશે.ત્રીજા સ્ટેજમાં શહેરની પ્રાયોરીટી તેમજ નાણાંકીય ભંડોળના આધારે મ્યુનિસિપલ
કોર્પોરેશનની જરુર મુજબ અમલ કરવા વિઝન ડોકયુમેન્ટ અપાશે.
અમદાવાદને ડેવલપ કરવા કયા પેરામીટરને ધ્યાનમાં લેવાશે
–અર્બન
પ્લાનિંગ, ટ્રાન્સપોર્ટેશન,ટ્રાફિક, રોડ
ઈન્ફ્રાસ્ટ્રકચર
–એકોમોડેશન
અને હાઉસિંગ, મેન્યુફેકચરીંગ
–રીયલ
એસ્ટેટ અને કન્સ્ટ્રકશન
–એફોડેબલ
અને કલીન એનર્જી
–લોજીસ્ટીક
,કલાયમેન્ટ ચેઈન્જ
–હોસ્પિટાલિટી
અને હેલ્થ
–બ્યુટીફિકેશન,ટેલિકોમ્યુનિકેશન
–ઉર્જા,પાણી, ગટર,શિક્ષણ ,રમતગમતની સુવિધા
–ફલાયઓવર,અંડરપાસ અંડર
સ્પેસ ડેવલપમેન્ટ
–ગેધરીંગ
પ્લેસ મેકીંગ, ટ્રાફિક
મેનેજમેન્ટ
–જંકશન
ઈમ્પ્રુવમેન્ટ,સ્ટેટેજીક
ફોરકાસ્ટ