Chemical Company Incident: અમદાવાદના બાવળાની કેમિકલ કંપનીમાં એક મોટી દુર્ઘટના બની છે, જેમાં બે લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. બાવળા શહેરના ઢેઢાળ ગામમાં આવેલી શ્રી કેમિકલ્સ નામની ઈન્ડસ્ટ્રીઝમાં મિકેનિકલ ખામી સર્જાતા બે કર્મચારી કેમિકલ પ્લાન્ટના ટેન્કમાં ઉતર્યા હતા. આ સમયે ટેન્કમાં ગૂંગળામણ થતાં બે લોકોના મોત થયા છે.
ઘટના બનતા જ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે બંનેને બેભાન અવસ્થામાં બાવળાની સરકારી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં હાજર ડૉક્ટરોએ બંનેને મૃત જાહેર કર્યા હતા. બીજી તરફ બનાવના પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.