અમદાવાદ,મંગળવાર,4 ફેબ્રુ,2025
નેશનલ કલીન એર પ્રોગ્રામ અંતર્ગત ચાંદખેડા વોર્ડમાં આવેલા
વિવિધ રોડ ઉપર રુપિયા ૬.૪૮ કરોડના ખર્ચે
અલગ અલગ લોકેશન ઉપર રોડની બંને સાઈડ ઉપર નવી ફૂટપાથ બનાવવા મંજૂરી માંગતી
દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મુકવામાં આવી છે. આઈ.ઓ.સી.રોડ,ડી-કેબીન ફાટક
સહીતના અન્ય રોડનો ફૂટપાથ બનાવવા માટે સમાવેશ કરવામાં આવ્યો છે.
સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મંજૂરી માટે મુકવામાં આવેલી દરખાસ્ત
મુજબ, ચાંદખેડા
વોર્ડને એર પોલ્યુશન માટે હોટ સ્પોટ તરીકે
આઈડેન્ટીફાય થયેલા રોડ પૈકીના રોડ ઉપર બંને બાજુએ નવી ફૂટપાથ બનાવવા ટેન્ડર કરવામાં
આવતા કોન્ટ્રાકટર આશિષ કન્સ્ટ્રકશનના રુપિયા ૬.૪૮ કરોડના ટેન્ડરને રોડ એન્ડ બિલ્ડિંગ
કમિટી દ્વારા કરવામા આવેલા ઠરાવ મુજબ મંજૂરી આપવી.
ચાંદખેડા વોર્ડમાં કયાં નવી ફૂટપાથ બનાવાશે?
રોડ લંબાઈ(સ્કે.મીટર)
આઈ.ઓ.સી ૨,૦૦૦
આઈ.ઓ.સી. ૨,૦૦૦
ત્રાગડ ટર્નિંગ ૩૭૦.૦૦
ડી-કેબિન ફાટક ૧૧૦.૦૦
ત્રાગડ રોડ ૯૩૦.૦૦
ત્રાગડ રોડ ૯૩૦.૦૦
શૈલગંગા રોડ ૧૫૦.૦૦
આઈ.ઓ.સી.ફાટક ૨૦૫.૦૦
વોટર ટેન્ક રોડ ૬૧૦.૦૦
ડી-કેબિન રોડ ૨૮૫.૦૦
વાળીનાથ ચોકથી ૧૦૯૦.૦૦
આઈ.ઓ.સી.રોડ ૮૬૦.૦૦
આઈ.ઓ.સી.રોડ ૮૬૦.૦૦
શૈલગંગા રોડ ૨૮૫.૦૦