અમદાવાદ
અમદાવાદમાં કોરોના વાયરસનાં સ્થખાનિક સંક્રમણનાં કેસોમાં સતત વધારો થઈ રહે છે. જેને કારણે તંત્રની ચિંતામાં વધારો થયો છે. તો સ્થાનિક સંક્રમણને નાથવા માટે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદમાં હવે તમામ ખાનગી વાહનો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ફક્ત અપવાદરૂપ જણાવેલ વાહનોને જ પરમિશન આપવામાં આવી છે.
Ahmedabad Police✔@AhmedabadPolice
જાહેરનામું:- ફોજદારી કાર્યરીતી અધિનિયમ સને ૧૯૭૩(૧૯૭૪ ના નં.૨) ની કલમ-૧૪૪ તથા જી.પી એકટ ૩૭(૩) અન્વયે કાઢેલ હુકમ. #AhmedabadPolice
3267:51 PM – Apr 4, 2020Twitter Ads info and privacy139 people are talking about this
અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડીને તેની જાહેરાત કરી છે. જેમાં જણાવાયું છે કે, અમદાવાદ શહેર ગીચ વિસ્તાર છે જેને કારણે સંક્રમણ ઝડપી ફેલાય છે. જે બાદ પોલીસ કમિશનરે અપવાદ રૂપ વાહન સિવાય તમામ વાહનો પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ પ્રતિબંધ પાંચ એપ્રિલથી શરૂ થઈ 14 એપ્રિલ સુધી લાગુ રહેશે. અને જાહેરનામાના ભંગ ભડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં કોરોના વાયરસનાં પોઝિટિવ કેસોની સંખ્યા 45 થઈ ગઈ છે. હવે કોરોના ત્રીજા ફેઝ એટલે કે સ્થાનિક સ્તરે સંક્રમણ ફેલાવવાનું શરૂ થઈ ગયું છે. જેને જોતાં આ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ પણ લોકોને 10 દિવસ સાચવી લેવા માટે ભારપૂર્વક અપીલ કરી છે. અને ઘરની અંદર જ રહેવા માટે જણાવ્યું છે. તો અમદાવાદીઓ તમને સૌને નમ્ર વિનંતી છે કે, હવે આવનારો સમય અમદાવાદ માટે મુશ્કેલીજનક છે. જેથી તંત્રની અપીલ માનશો. કોઈ જાહેરનામાનો ભંગ ન કરતાં ઘરે જ રહેજો. સોસાયટીમાં કે મેદાનમાં પણ ભેગાં ન થતા. અમદાવાદમાં હવે કોરોનાએ પોતાનું અસલી રૂપ દેખાડવાનું શરૂ કરી દીધું છે.