Liquor Party in Ahmedabad: અમદાવાદ શહેરમાં નબીરાઓ બેફામ બન્યા છે. ત્યારે સોશિયલ મીડિયા પર દારૂ પાર્ટીનો વીડિયો વાઈરલ થયો છે. ઈસ્કોન ચાર નજીક જાહેરમાં કેટલાક નબીરાઓએ દારૂ પાર્ટી કરી હતી. આ વીડિયો વાઈરલ થતા કાયદો વ્યવસ્થા અને પોલીસ પેટ્રોલિંગ સામે સવાલો ઉઠી રહ્યા છે. આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. છેવટે ત્રણ આરોપીઓની ઓળખ કરીને તેમની અટકાયત કરવામાં આવી હતી. અટકાયતમાં લેવાયેલા આરોપીઓની ઓળખ અમિત સિંહ ડાભી, પિયુષ મકવાણા અને મયુર મકવાણા તરીકે થઇ હતી.
ઈન્સ્ટાગ્રામ પર વીડિયો અપલોડ કરાયો
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ઈસ્કોન ચાર નજીક કેટલાક યુવાનો ખુલ્લેઆમ મ્યુઝિક વગાડીને દારૂની મહેફિલ માણી રહ્યા છે. પોલીસનો ડર રાખ્યા વિના ખુલ્લેઆમ નબીરાઓ દારૂ પાર્ટી કરી રહ્યા છે અને પોલીસની આબરૂના ધજાગરા ઊડાવી રહ્યાં છે. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરાયો છે. જેને જોયા બાદ લોકો સવાલ કરી રહ્યા છે કે ક્યાં છે દારૂબંધી?