પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, મંગળવાર
વરસોના વરસો પછી બંધ મિલના કામદારોને મળતાં વળતરની રકમમાંથી સ્વૈચ્છિક ફાળો આપવાને નામે મજર મહાજન દરેક કામદાર પાસે કુલ વળતરની ૫ ટકા રકમ સ્વૈચ્છિક ફાળા તરીકે આપવા તૈયાર હોવાનું લખાણ કરાવી લેતું હોવાન૪ી ફરિયાદો ઊઠવા પામી છે. સ્વૈચ્છિક તરીકે કામદાર તેની ક્ષમતા પ્રમાણે ૫૦૦, ૧૦૦૦, ૨૨૫૦૦ આપી શકે છે, પરંતુ દરેક કામદાર પાસે પાંચ ટકા રકમ લેવામાં આવે છે. આમ દરેક કામદાર વળતરની પાંચ ટકા રકમ ચૂકવવા તૈયાર જ હોય તેવું માની શકાતું નથી. પરંતુ દાયકાઓ પછી વળતરના નાણાં આવ્યા હોવાથી પૂરી રકમ અટકી કે લટકી ન જાય તે માટે કામાદારોને પાંચ ટકા રકમ સ્વૈચ્છિક ફાળામાં આપવાની તૈયારી હોવાનું લખાણ કરી આપવું પડે છે.
મજૂર મહાજન વળતર માટેની અરજી ન સ્વીકારે તો કામદારો ઓફિશિયલ લિક્વિડેટરને અરજી આપી લેણાની રકમ ક્લેઈમ કરી શકે છે
જોકે મજૂરોના કાયદાના નિષ્ણાતોનું કહેવું છે કે મજૂર મહાજન વળતર માટેનું તેમનું ફોર્મ ૫ ટકાના સ્વૈચ્છિક ફાળા વિના ન સ્વીકારે તો તેવા સંજોગોમાં કામદારા સીધા ઓફિશિયલ લિક્વિડેટર પાસે જઈને વળતર માટેના નાણાંનું ફોર્મ જમા કરાવી શકે છેે. ઓફિશિયલ લિક્વિડેટરની કચેરી તરફથી વળતરના નાણાં મેળવવા માટેનું ફોર્મ બરવાની બાબતમાં કાદારોને ના પાડવામાં આવશે નહિ. મજૂર મહાજનના પ્રસ્તુત વલણથી એટલે કે વળતરની ૫ ટકા રકમ સ્વૈચ્છિક ફાળા તરીકે માગવાની મજૂર મહાજનની પ્રવૃત્તિથી કામદારો નારાજ થઈ ગયા છે.
તાજેતરમાં પ્રસાદ મિલના ૧૪૨૯ કામદારોને રૃા. ૩૬ કરોડની ચૂકવણી કરવામાં આવી તેમાં પણ ૫ ટકાની રકમ વળતર પેટે લેવામાં આવી હી. તેમ જ કેલિકો મિલના કામદારોને પણ વળતર આપવા માટેની પ્રક્રિયાના ભાગરૃપે કામદાારોના પગાર અને આવકના પુરાવાઓની ચકાસણી કરવામાં આવી રહી છે. કેલિકો મિલના કામદારોને પણ ટૂંક સમયમાં તેમના વળતરના નાણાં મળવાની સંભાવના રેહલી છે. કેલિકો મિલના અમદાવાદ સહિતના અન્ય વિસ્તારના મળીને કુલ ૮૫૦૦ કામદારો તેમના વળતરના નાણાં મળવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
મિલ કામદારો માને છે કે તેમને તેમના વળતરના નાણાં મળે છે તેમાંથી રૃા. ૫૦૦ કે રૃા.૧૦૦૦ લઈલે તો પમ કામદારોનુૅ તેની સામે બહુ જ મોટો વિરોધ કરી શકતા નથી. તેમના ક્લેઈમના ફોર્મ જ ટલ્લે ચઢાવી દેવામાં આવે તેવી દહેશતને કારણે પણ તેઓ ફરજિયાત સ્વૈચ્છિક ફાળાનો વિરોધ કરી શકતા નથી.