સાતલાખથી વધુ રોપા દ્વારા ૪૦૦ મીટર લાંબુ ફલાવર સ્ટ્રકચર પ્રદર્શિત કરાશે
Updated: Dec 30th, 2023
અમદાવાદ,શનિવાર,30 ડિસેમ્બર,2023
૧૫ લાખથી વધુ ફુલ-છોડ અને અનેકવિધ સ્કલ્પચર સાથે અમદાવાદમાં
વાઈબ્રન્ટ ફલાવરશોનો આરંભ થતા લોકોમાં પહેલા દિવસથી જ ઉત્સાહ જોવા મળ્યો
હતો.ફલાવરશોમાં સાત લાખથી વધુ રોપા દ્વારા ૪૦૦ મીટર લાંબુ ફલાવર સ્ટ્રકચર
પ્રદર્શિત કરવામાં આવશે.
૧૫ જાન્યુઆરી-૨૦૨૪ સુધી સાબરમતી રિવરફ્રન્ટ,ઈવેન્ટ ગાર્ડન
અને ફલાવર ગાર્ડન ખાતે ચાલનારા ફલાવરશોને રાજયના મુખ્યમંત્રી દ્વારા શહેરના મેયર
સહિતના પદાધિકારીઓ અને મ્યુનિ.કમિશનરની
ઉપસ્થિતિમાં ખુલ્લો મુકાયો હતો.આ વર્ષના ફલાવરશોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની
પ્રતિકૃતિ ઉપરાંત નવા સંસદભવન,
મોઢેરાના સૂર્ય મંદિર સહિતની વિવિધ પ્રતિકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી
છે.ફુલ-છોડમાં પીટુનીયા ઉપરાંત ગજેનીયા,બિગોનીયા, તોરણીયા,મેરીગોલ્ડ,લિલિયમ, ઓર્ચિડ, ડહેલિયા,એમરન્સ લીલી,કેકટસ પ્લાન્ટ, જરબેરા જેવા અનેક
દેશી અને વિદેશી ફુલ-છોડના રોપા મુકવામાં આવ્યા છે.