અમદાવાદ, રવિવાર
અમદાવાદ શહેર પોલીસ શહેરમાં કાયદો અને વ્યવસ્થા માટે સતત ખડેપગે રહે છે. સાથેસાથે સમાજ પ્રત્યે પણ તેની ફરજ નિભાવે છે. જેમાં થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે અમદાવાદ પોલીસ મુસ્કાન માટે રક્તદાન અભિયાન અંતર્ગત કેમ્પ યોજે છે. જે અંતર્ગત સોલા પોલીસ સ્ટેશન દ્વારા યોજવામાં આવેલા કેમ્પમાં ડીસીપી તેમજ પીઆઇ કે એન ભુકણ સહિતના સ્ટાફે હાજર રહીને કુલ 218 બોટલ રક્તદાન મેળવ્યું હતું. આ ઉપરાંત, વાડજ પોલીસે પણ થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે મુસ્કાન માટે રક્તદાન અભિયાન હેઠળ યોજેલા કેમ્પમાં 157 બોટલ રક્ત એકત્ર કરાયું હતું. જેમાં પીઆઇ સી પી જોષી સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો.