ખ્યાતિ હોસ્પિટલ કેસમાં કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી ઉપર અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટ ખાતે સુનવણી યોજાઈ ગઈ હતી.જેમાં કાર્તિક પટેલના વકીલ અને સરકારી વકીલ બંનેની દલીલો સાંભળ્યા બાદ અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. જેની ઉપર આજે
.
કાર્તિક પટેલ
આ અરજીની સુનવણીમાં અગાઉ અરજદાર તરફે રજૂઆત કરવામાં આવી હતી કે તે ખ્યાતિ હોપિટલમાં ડાયરેક્ટર અને ચેરમેન છે. તેને આ ઘટનાનું દુઃખ છે પરંતુ તેની ઉપર સાપરાધ મનુષ્યવધની કલમ લાગે નહિ. જો આ બેદરકારીથી ઘટના બની તેમ કહીએ તો પણ શું ડાયરેક્ટર ઉપર સાપરાધ મનુષ્યવધની કલમ લાગે નહીં. મેડિકલ બેદરકારી ડોકટર ઉપર લાગે ડાયરેક્ટર ઉપર નહીં. આ સાથે જ અરજદારના વકીલે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ટાંક્યા હતા. જેમાં જણાવાયું હતું કે, સુપ્રીમ કોર્ટમાં એક બાળકના કેસમાં એકની જગ્યાએ બીજા પગની સર્જરી કરી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે ડોકટરને રાહત નહોતી આપી.
અરજદારના વકીલે સાઅપરાધ મનુષ્ય વધના જુદા-જુદા ઉદાહરણ ટાંક્યા હતા. તેને જણાવ્યું હતુ કે કોઈને ઇજા અરજદારે કરી. તેના કશું કરવાથી દર્દીઓના મોત થયા નથી. ઘટના સમયે તે ભારતમાં નહિ પરંતુ પત્ની અને બાળકો સાથે ઓસ્ટ્રેલિયામાં હતો. હાઇકોર્ટમાં ત્રણ FIR ક્લબ કરવા ત્યાંથી એફિડેવિટ પણ કરી છે. અરજદારના વકીલે વધુ એક ઘટના ટાંકી હતી. જેમાં એક ફેક્ટરી માલિકના ત્યાંથી તેના કર્મચારીએ મિથેનોલની ચોરી કરીને બુટલેગરને આપ્યું હતું. આ ઝેરી શરાબ પીવાથી 46 લોકોના મોત નીપજ્યા હતા. અરજદારે વધુમાં જણાવ્યું હતું કે તે મૃતકોના પરિજનોને વળતર ચૂકવવા તૈયાર છે અને તપાસમાં સહકાર આપવા પણ તૈયાર છે. જ્યાં સુધી મેડિકલ કેમ્પ યોજવાની વાત છે તો છેવાડાના માણસો સુધી PMJAY યોજનાનો લાભ પહોંચે તે માટે મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો.
સરકારી વકીલે સામે દલીલ કરી હતી કે BNS મુજબ જામીન અરજી જાતે દાખલ કરવી પડે. સંબંધી દ્વારા દાખલ કરી શકાય નહી. તેવું કરવાનું કોઈ કારણ દર્શાવ્યું નથી કે, અરજદારના જમાઈને તેનો પાવર અપાયો હોય એવો ઉલ્લેખ નથી. આરોપી અત્યારે કયા છે તે દર્શાવાયું નથી. સરકારી વકીલે જુદી જુદી હાઈકોર્ટના ચુકાદા ટાંક્યા હતા. સરકારી વકીલે કહ્યું હતું કે અરજદાર વિદેશમાં છે અને સંબંધી મારફતે પ્રોક્સી અરજી કરી શકે નહિ. અરજદારની પાસપોર્ટ કોપીમાં તે ક્યાં ગયો છે તેનો ઉલ્લેખ નથી. તેની સામે લુક આઉટ સર્ક્યુલર જાહેર કરાયો છે.
અરજદાર આરોપી સામે આગાઉ બીજા બે ગુન્હા, પ્રોહેબિશન અને PMJAY કાર્ડ કૌભાંડમાં ગુન્હો દાખલ થયો છે. આરોપી ડોકટરોને દર્દીઓને લાવવા દબાણ કરતો હતો. હોસ્પિટલના બધા પેમેન્ટના ચેકમાં આરોપીની સહી હતી. PMJAY યોજના થકી ખ્યાતિ હોસ્પિટલે 16.64 કરોડ મેળવ્યા છે. વર્તમાન આરોપીએ જ ખોટ વાળા ઓડિટ રીપોર્ટ બનાવવા સૂચના આપી હતી. ખ્યાતિ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 112 લોકોના મોત થયા છે. જેની તપાસ ચાલુ છે. હોસ્પિટલે કુલ 3578 ક્લેમ કર્યા હતા. આ એક સુનિયોજિત કાવતરું છે અને આરોપી નાસતા ફરે છે.