ભારતમાં નોટ બંધી બાદ લોકોએ ક્રિપ્ટો કરન્સીમાં રૂપિયા રોકવાનું શરૂ કર્યું હતું. ત્યારે સુરતમાં બીટ કનેક્ટ નામની કંપનીએ ક્રિપ્ટો કરન્સીમાં લોકોના રૂપિયાનું રોકાણ તે સમયે શરૂ કર્યું હતું. તે પૈકી બિલ્ડર શૈલેષ ભટ્ટે પણ પોતાની કમાણી તેની અંદર રોકી હતી પરં
.
અરજદાર તરફે જણાવવામાં આવ્યું હતું કે બીટ કનેક્ટના કર્મચારીઓ ધવલ મવાણી કે પિયુષ સાવલિયાએ તેમને કિડનેપ કરીને ખંડણી માંગી હોય તેવી ફરિયાદ કરી નહોતી. અરજદાર સામે એટલા માટે ફરિયાદ કરાઈ છે કે તેને ઉચ્ચ પોલીસ અધિકારી અને CBI ઇન્સ્પેકટર સામે સામે ખંડણીની ફરિયાદ નોંધાવી હતી. ફેબ્રુઆરી 2023 માં સુપ્રીમ કોર્ટે અરજદારને આગોતરા જામીન આપ્યા હતા. અરજદારે બીટ કનેક્ટ કંપનીમાં પોતાના પરસેવાની કમાણી રોકી હતી. તેમાંથી મળતા વળતરને ગુનો ગણી શકાય નહીં. બીટકોઈનમાં રોકેલા પૈસા પાછા આવે તેને મની લોન્ડરિંગ કહી શકાય નહીં. અરજદાર કેસના તપાસમાં સહકાર આપતો હોવા છતાં ED એ તેને જાણી જોઈને પકડ્યો છે. અન્ય આરોપીઓ તપાસમાં સહકાર નથી આપતા છતાં તેમને પકડવામાં આવ્યા નથી. કેટલીય વાર અરજદાર ED સામે હાજર થયો છે. ED ના કહ્યા મુજબ અરજદાર નિવેદન નહીં આપતો હોવાથી તેની ધરપકડ કરવામાં આવી છે. અરજદારની ધરપકડ એ આધાર ઉપર કરવામાં આવી છે કે તેને 2257 બિટકોઇન, લાઈટ કોઇન અને 14.5 કરોડ રૂપિયા વાપર્યા છે અથવા સંતાડ્યા છે. બીટ કનેક્ટ કંપનીના કર્મચારીઓના નિવેદન વર્ષો પછી ભય હેઠળ લેવાયા છે. અરજદાર આ કેસમાં સંકળાયેલ દરેક તપાસ એજન્સી સમક્ષ ઉપસ્થિત થયેલ છે. તેમજ આ કેસમાં વધુમાં વધુ સાત વર્ષની સજા અને દંડની જોગવાઈ છે.
સરકારી વકીલે જણાવ્યું હતું કે આરોપી સામે વર્ષ 2018 માં થયેલી બે ફરિયાદોને આધારે કેસ દાખલ કરવામાં આવ્યો છે. આરોપી અન્ય બે ફરિયાદોનો ઉલ્લેખ કરીને કોર્ટને ગુમરાહ કરે છે. આરોપીએ બીટ કનેક્ટ કંપનીના હોદ્દેદારો અને કર્મચારીઓને કિડનેપ કરીને 2021 બીટકોઈન, 11000 લાઈટ કોઈન અને 14.5 કરોડ રૂપિયાની ખંડણી મેળવી હતી. જેમાં કર્મચારીઓના નિવેદનને આધારે આરોપીની કાયદા મુજબ ધરપકડ કરાઈ છે. તપાસ અત્યારે મહત્વપૂર્ણ સ્ટેજ ઉપર છે. અરજદારે 2024 માં પોતાની પ્રોપર્ટી વેચી નાખી છે.
કોર્ટે નોંધ્યું હતુ કે અરજદારની આ જામીન અરજી ED માં નોંધાયેલી ફરિયાદ સંદર્ભે છે. અરજદારના બીટ કનેક્ટ કંપનીમાં આશરે 1.14 કરોડ રૂપિયા ડૂબી જતા તેને પ્લાન બનાવીને કંપનીના હોદ્દેદારો અને કર્મચારીઓનું અપહરણ કરીને બીટકોઈન, લાઈટ કોઈન તેમજ રોકડા રૂપિયા પડાવ્યા હતા. અરજદારે પોતે તે સમયના અમરેલીના SP જગદીશ પટેલ અને કેટલાક પોલીસ ઓફિસરો સામે ફરિયાદ નોંધાવેલી. જેમાં તેને જણાવ્યું હતું કે તેનું કિડનેપ કરીને તેની પાસેથી 176 બિટકોઇન પડાવી લેવામાં આવ્યા હતા. અરજદારે બીજી ફરિયાદ CBI ના પોલીસ ઇન્સ્પેક્ટર સુનિલકુમાર વિરુદ્ધ કરી હતી. જેને અરજદારને ED અને આઈકર વિભાગની બીક બતાવીને દસ કરોડ રૂપિયાની લાંચ માગી હતી. જેની બિલ 05 કરોડમાં નક્કી થઈ હતી અને 4.60 કરોડ ચૂકવવામાં આવ્યા હતા. જો કે ED ની એફિડેવિટ મુજબ અરજદાર એ સુરતની કંપનીમાં કોઈ પણ જાતના રોકાણ કર્યું ન હતું. કંપનીના કર્મચારીઓ પાસેથી પડાવેલા રૂપિયાથી તેને આરોપીઓને વેચીને મિલકત પણ ખરીદી છે. અરજદાર તપાસ એજન્સી સમક્ષ વિરોધાભાસી નિવેદન આપી રહ્યો છે. આરોપીની જામીન અરજી નકારી નાખી હતી.