BZ ગ્રુપના 6000 કરોડ રૂપિયાના કૌભાંડમાં CID ક્રાઇમે ભુપેન્દ્રસિંહ ઝાલા અને તેના મળતીયાઓ સામે 27 નવેમ્બરના રોજ ફરિયાદ દાખલ કરી છે. ત્યારથી મુખ્ય સૂત્રધાર ભુપેન્દ્રસિંહ ઝાલા પોલીસ પકડથી દૂર છે. જોકે તેને પોતાને એડવોકેટ મારફતે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આ
.
આગોતરા જામીન અરજીમાં ભુપેન્દ્ર સિંહ ઝાલા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તેના નામે 18થી વધુ કોલેજ ચાલી રહી છે. કોલેજ સિવાય પણ ભુપેન્દ્ર ઝાલા અનેક મિલકતોનો માલિક છે. ભુપેન્દ્ર ઝાલા પોતે ખૂબ મોટા સેવાભાવી આગેવાન છે. પોલીસે માત્રને માત્ર બદદાનત રાખીને તેની સામે ફરિયાદ દાખલ કરી છે. પોલીસ કાયદાનો દુરુપયોગ કરતી હોવાનો પણ ભુપેન્દ્ર ઝાલાએ તેની આગોતરા જામીન અરજીમાં દાવો કર્યો છે. નનામી અરજીના આધારે પોલીસે કાર્યવાહી કરે તે કાયદાથી વિપરીત હોવાનો પણ દાવો ભુપેન્દ્રસિંહ ઝાલા દ્વારા કરાયો હતો. તેની બિનજરૂરી હેરાનગતિ અને છબી ખરડવવા માટે ફરિયાદ નોંધાઈ હોવાનો વાત તેને અરજીમાં કરાઈ હતી.
કોઈપણ ફરિયાદી કે ભોગ બનનાર સામે આવ્યું જ નથી તો શેની ફરિયાદ નોંધવામાં આવી છે? રોકાણકારોએ પૈસા આપ્યા હોય અને તેનો દુરુપયોગ થયો હોય એવો પણ બનાવ સામે આવ્યો નથી. અરજદારના વકીલ તરફથી રજૂઆત કરાઈ હતી કે આવા આક્ષેપોથી તેના ધંધાને અસર થઈ રહી છે. તેના બેંક ખાતા ફ્રીઝ કરી દેવાયા છે તો તે રોકાણકારોને કેવી રીતે પૈસા ચૂકવે?
સરકારી વકીલે જણાવ્યું હતું કે, હાલ તપાસમાં કૌભાંડનો આંકડો 307 કરોડે પહોંચ્યો છે. આરોપી પાસે ડિપોઝિટ ઉઘરાવવાનું લાયસન્સ નથી. નાણાં ધિરધારનું લાયસન્સ નહિ, સાબરકાંઠા પૂરતું મર્યાદિત છે. BZની 11 જુદી જુદી કંપનીઓ આવેલી છે. આરોપી એજન્ટોને મોંઘી ગાડી આપતો. એજન્ટોને માલદીવ, બાલી અને ગોવા ટૂર BZ સ્પોંસર કરતું હતું. રોકાણકારોને 7થી 18 ટકા વ્યાજ આપવાની લાલચ આપવા આવતી હતી. પોલીસ તપાસમાં એગ્રિમેન્ટ મળ્યા છે.
આરોપીએ 30થી 35 કરોડની મિલકતો ખરીદી છે. તેની પાસે વોલ્વો, પોર્શે અને મર્સિડીઝ જેવી ગાડીઓ છે. તેના ઘરેથી રોકડા 16.37 લાખ મળ્યા અને કોમ્પ્યુટર સહિત કાગળિયા મળ્યા છે. જેની તમામની તપાસ ચાલુ છે. આરોપીએ ક્રિપ્ટો કરન્સીમાં પણ રોકાણ કર્યાનું સામે આવ્યું છે. અરજદારે કાયદેસરતા વગર પૈસા ઉઘરાવ્યા છે. તપાસમાં 49 ભોગ બનનારા રોકાણકારો સામે આવ્યા છે. કેટલાકને મૂડી પણ પરત મળી નથી. રોકડાના વ્યવહાર પણ થયા છે.