હાલ લગ્નની સિઝન ચાલી રહી છે, ત્યારે મહેમાનોના સ્વાંગમાં તસ્કરો ઘૂસી આવે છે અને સોના-ચાંદીના દાગીના સહિત કિંમતી સરસામાનની ચોરી કરીને ફરાર થઇ જાય છે. પકવાન સર્કલ પાસે આવેલી એક હોટલના બેન્કવેટમાં સગાઇનો પ્રસંગ હતો. તે સમયે ગઠીયાઓએ સોના ચાંદીના દાગીના સહ
.
પ્રાઇડ પ્લાઝા હોટલના ઇમ્પીરીયલ બેન્કવેટમાં ચોરી થલતેજ વિસ્તારમાં આવેલા નંદનવન બંગ્લોઝમાં રહેતા વિપુલ પટેલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરૂદ્ધ 4.89 લાખના મત્તાની ચોરીની ફરિયાદ કરી છે. વિપુલ પટેલ સંયુક્ત પરિવારમાં રહે છે અને મોરબી જાબુડીયા રોડ ખાતે મહાલક્ષ્મી ઇન્ટર નેશનલ નામથી ટ્રેડિગ કંપની ધરાવીને સિરામીકનો ધંધો કરે છે. વિપુલ પટેલનો મોટો દિકરો સ્મિત છે અને નાની દીકરી ખુશી છે. સ્મિતની સગાઇ બે ત્રણ પહેલા નક્કી કરી હતી. ગઇકાલે પકવાન સર્કલ ખાતે આવેલા પ્રાઇડ પ્લાઝા હોટલના ઇમ્પીરીયલ બેન્કવેટમાં સ્મિતની સગાઇ હતી. સગારઇમાં વિપુલ પટેલના સંબંધીઓ તેમજ થનારી પુત્રવધુના સંબંધીઓ હાજર હતા. વિપુલ પટેલે પુત્રવધુ માટે સોનાની ડાયમંડવાળી ચેઇન, કાનમાં પહેવાની બુટ્ટી, લક્કી, સોનાનો સેટ, ચાંદીના સાંકળા લીધા હતા.
ફરિયાદીએ માતાને પર્સ રાખવા આપ્યું હતું દાગીના તેમજ 1.75 લાખ રોકાડા અને મોબાઇલ ફોન એક ગ્રે કલરના પર્સમાં રાખેલુ હતું. વિપુલ પટેલે સોના ચાંદીના દાગીના અને રોકડ સહિતની ચીજવસ્તુઓ તેની માતા ભારતીબેનને સાચવવા માટે આપ્યુ હતું. ભારતીબેન સ્ટેજની નજીક ખુરશીમાં બેઠા હતા અને તમામ ચીજ-વસ્તુઓ તેમની નીચે મુકી હતી. ભારતીબેને થોડા સમય પછી ખુરશીની નીચે જોયુ તો કિંમતી સામાન ગાયબ હતો. ભારતીબેને તરતજ તેની દેરાણીને સમગ્ર હકીકતની જાણ કરી હતી. ભારતીબેન અને દેરાણીએ પર્સ તેમજ બેંગને શોધવા માટે ફાંફા મારતા હતા, પરંતુ તે મળી નહીં આવતા અંતે વિપુલને જાણ કરી હતી. વિપુલે દાગીના તેમજ રોકડ ભરેલી બેગ ચોરી થઇ હોવાનું અનુમાન લગાવતા પોલીસ કંટ્રોલરુમમાં ફોન કરીને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોચીને તપાસ કરી હતી અને અંતે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી.
સગાઈ બાદ ફરિયાદ નોંધાઈ પુત્રવધુને આપવાના દાગીના તેમજ રોકડની ચોરી થતાની સાથે વિપુલ પટેલ અને તેનો પરિવાર ઉદાસ થઇ ગયો હતો. જોકે, દીકરાની સગાઇ હોવાથી તેમને મન મક્કમ રાખ્યુ હતું. વિપુલ પટેલે દીકરા સ્મિતની સગાઇ હસ્તા મોઢે કર્યા બાદ અંતે ગુનો દાખલ કરાવ્યો છે. વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધીને આરોપીને ઝડપી પાડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.
પોલીસે CCTV સહિતથી તપાસ શરૂ કરી વસ્ત્રાપુર પોલીસ તેમજ ઝોન 7ની લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે સગાઇ પ્રસંગમાં ચોરી કરનાર ગઠીયાને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે હોટલના તમામ સીસીટીવી ફુટેજ કબજે લેવા માટેની તજવીજ હાથ ધરી દીધી છે. જ્યારે સગાઇમાં આવેલા ફોટોગ્રાફર અને વીડિયોગ્રાફર પાસેથી પણ પુરાવા કબજે કરશે. પોલીસ તમામ સીસીટીવી અને વીડિયોગ્રાફી જોયા બાદ તપાસ શરૂ.
ચોર આંખના પલકારામાં ચોરી કરીને ફરાર લગ્ન પ્રસંગ આવે ત્યારે મહેમાનોના સ્વાંગમાં ચોરી કરતી ટોળકી સક્રિય થઇ જતી હોય છે. ઠાઠમાઠથી તૈયાર થઇને ચોર ટોળકી પ્રસંગમાં આવી જાય છે, જ્યાં પહેલા તે ભરપેટ જવાનું જમે છે અને બાદમાં ચોરીની ઘટનાને અંજામ આપીને ફરાર થઇ જાય છે. વડીલો જ્યારે પ્રસંગ માહલવામાં મગ્ન થઇ જાય છે, ત્યારે આ ચોર આંખના પલકારામાં ચોરી કરીને ફરાર થઇ જતા હોય છે.