ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા સંગઠનની પ્રક્રિયા કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં 40 વોર્ડ પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે કુબેરનગર વોર્ડના પ્રમુખ તરીકે જેનું નામ જાહેર કરવામાં આવ્યું છે તેના નામને લઈ અન્ય કાર્યકર્તાઓમાં નારાજગીનો સૂર ઉઠ્યો
.
દિવ્યભાસ્કરે કુબેરનગર વોર્ડ પ્રમુખ તરીકે નિમણુક પામેલા રામપ્યારે ઠાકુરને તેમની ઉંમર ખરેખર 44 વર્ષ છે કે 49 વર્ષ તે મામલે થયેલા આક્ષેપોને લઈને આ મામલે ટેલીફોનિક સંપર્ક કર્યો હતો. જ્યારે તેઓને સવાલ કરવામાં આવ્યો કે ઇલેક્શન કાર્ડમાં મુજબ ઉંમર 49 વર્ષ અને જન્મના પ્રમાણપત્ર મુજબ 44 વર્ષ દર્શાવે છે જેથી તેઓએ જન્મ તારીખ અંગેનો સવાલ કરતાંની સાથે જ ફોન કાપી નાખ્યો હતો અને ત્યારબાદ સતત ટેલિફોનિક સંપર્ક કરતા તેઓએ ફોન ઉપાડ્યો નહોતો.
ચૂંટણી અધિકારી મયુર દવે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કુબેરનગર વોર્ડમાં કાર્યકર્તાઓ દ્વારા ઉમેદવાર રામ પ્યારે ઠાકુરની ઉમર 49 વર્ષોમાં અંગેની રજૂઆત કરી હતી ત્યારે તેઓની પાસે જન્મનું પ્રમાણપત્ર અથવા તો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ માંગવામાં આવ્યું હતું જેમાં તેઓએ જન્મનો દાખલો રજૂ કર્યો હતો. તેમાં તેમની ઉંમર 44 વર્ષ થતી હતી. ઉંમરના પુરાવા તરીકે જન્મનું પ્રમાણપત્ર અથવા તો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જરૂરી હોય છે. જેમાં તેઓ જન્મનું પ્રમાણપત્ર રજૂ કર્યું હતું.
ભાજપના એક કાર્યકર્તાએ દિવ્ય ભાસ્કરને નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે જ્યારે ચૂંટણી અધિકારી અમારા વોર્ડમાં સેન્સ પ્રક્રિયા લેવા માટે આવ્યા હતા તે સમયે રામ પ્યારે દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું હતું અને જેમાં ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવ્યા ત્યારે ચૂંટણી અધિકારીનું કાર્યકર્તાઓએ ધ્યાન પણ દોર્યું હતું કે આ ઉમેદવારની ઉંમર 49 વર્ષ છે તેમણે જે પુરાવા રજૂ કર્યા છે તે ખોટા છે તેમ છતાં પણ આજે તેમનું વોર્ડ પ્રમુખ તરીકે નામ જાહેર કરવામાં આવ્યું છે
ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા વોર્ડ અને તાલુકા પ્રમુખોની નિમણૂક માટે ફોર્મ ભરાવવામાં આવ્યા હતા જેમાં કુબેરનગર વોર્ડમાંથી ઉપ-પ્રમુખ તરીકે જવાબદારી નિભાવતા રામપ્યારે ઠાકુર દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું હતું જેમાં તેઓએ પોતાના જન્મના દાખલાની ઝેરોક્ષ પણ જોડાણ કરી હતી. આજે શુક્રવારે અમદાવાદ મહાનગરના 40 વોર્ડ પ્રમુખોની જાહેરાત કરવામાં આવી છે જેમાં કુબેરનગર વોર્ડમાંથી રામપ્યારે ઠાકુરના નામની જાહેરાત થતા ની સાથે જ કુબેરનગર વોર્ડના ભાજપના કાર્યકર્તાઓમાં અચંબો ફેલાયો હતો કારણ કે રામપ્યારેની ઉંમર ઇલેક્શન કાર્ડ મુજબ 49 વર્ષ છે પરંતુ તેઓના જન્મના દાખલામાં 1980 ની જન્મ તારીખ દર્શાવીને 44 વર્ષની ઉંમર દર્શાવી દીધી છે.
આ સમગ્ર મામલો સામે આવતાની સાથે જ ભાજપના જ કાર્યકર્તાએ પ્રદેશ અને શહેર કક્ષાના પદાધિકારીઓને પત્ર અને મેસેજથી જાણ કરી છે કે કર્ણાવતી મહાનગર નરોડા વિધાનસભામાં આવેલા વોર્ડ નંબર 14 કુબેરનગરમાં વોર્ડ પ્રમુખ ઉમેદવારી માટે રામપ્યારે ઉમાકાંત સિંઘ ઠાકુર દ્વારા વોર્ડ પ્રમુખ માટેની દાવેદારી નોંધાવેલી છે. મારી જાણ મુજબ તેમણે ઉંમર ના ખોટા પુરાવા અથવા પુરાવા સાથે ચેડા કરી પાર્ટીને ગેરમાર્ગે દોરવાના પ્રયત્નો કર્યા છે જેમાં તેમને એમની ઉંમરની ઓછી દર્શાવી ગુનાહિત પ્રવૃત્તિ છે.હાલ પાર્ટી સંગઠનની ચુનાવી પ્રક્રિયામાં મહાનગરના વોર્ડ પ્રમુખ માટે ની બધું માં વધુ ઉંમર 45 વર્ષ રાખેલી છે.
એક કાર્યકર તરીકે મારી આપને વિનંતી છે હાલ કુબેરનગર વોર્ડ પ્રમુખના ઉમેદવાર રામપ્યારે ઠાકુરની ઉંમરની ખરાઈ માટે તેમના જન્મનો દાખલો અથવા સ્કૂલ સર્ટી મગાવી ઉંમરની ખરાઈ કરશો.અને તેમની ઉંમર 45થી બધું નિકળે તો તેમની ઉમેદવારી તાત્કાલિક રદ્દ કરી પાર્ટીને ગેરમાર્ગે દોરવા બદલ સસ્પેન્ડ કરવા જોઇએ તેવી મારી લાગણી છે. પાર્ટીની ગાઈડલાઇન પ્રમાણે હાલ વોર્ડ પ્રમુખ માટેની ઉંમર 45 હોવી જોએ પરંતુ વોટિંગ કાર્ડને આધારે જોવા જઈએ તો રામપ્યારે ઠાકુરની ઉંમર હાલ 49 છે એમને ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરીને પાર્ટીને ગેરમાર્ગે દોર્યા છે.હું આપને જણાવવા માગું છું કે વોટર હેલ્પલાઇનમાં એમની ડિટેલ્સ આપને ફોટો સાથે અટેચ કર્યા છું જેમાં એમનું વોટિંગ નંબર છે. તેમના બીજા ડોક્યુમેન્ટમાં ઉંમર 6-7-1975 દર્શાવે છે. જેની નકલ આ સાથે સંલગ્ન છે. જન્મ દાખલા જે રજૂ કર્યું છે. તે પણ શંકાસ્પદ છે. તેની પણ ખરાઈ કરવા આપને નોંધ લેવા વિનંતી છે.