સુરતએક કલાક પેહલા
- કૉપી લિંક
SVNIT એલ્યુમની એસોસિએશન દ્વારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશ-વિદેશના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ પ્રસંગે સાંજે મ્યુઝિકલ ઈવનિંગનું આયોજન કરાયું હતું. જેમાં સિમ્ફની ઓર્કેસ્ટ્રા અને સિંગર દેવાંગ દવે, વિભાવરી યાદવ, ગૌતમ બિરાદે અને જયદીપ શાહે પોતાના મધુર અવાજથી મહોલ જમાવ્યો હતો. 1973 બેચના વિદ્યાર્થીઓએ સુવર્ણ જયંતી અને 1998 બેચના વિદ્યાર્થીઓએ રજતજયંતીની ઉજવણી કરી હતી.