શહેરમાં દિન-પ્રતિદિન ખાણીપીણીની ચીજવસ્તુઓમાંથી જીવાત નીકળવાની તેમજ અખાતે ચીજવસ્તુઓનું વેચાણ થતું હોવાનું સામે આવે છે. આગામી દિવાળી અને નવરાત્રીના તહેવારને ધ્યાનમાં રાખી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગના અધિકારીઓ હવે કેમેરા સાથે ચેકિંગમાં ની
.
તમામ ફૂડ ઇન્સ્પેક્ટરઓને હવે બોડીવોર્ન કેમેરાથી સજજ કરવામાં આવશે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, શહેરીજનોને શુદ્ધ ચોખ્ખું ભોજન તેમજ ચીજવસ્તુઓ મળી રહે તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી દુકાનો અને રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે. આગામી દિવાળી અને નવરાત્રી તહેવાર આવે ત્યારે મીઠાઈ તેમજ ફરસારણ સહિતની ચીજવસ્તુઓ માટે ફૂડ વિભાગના ઇન્સ્પેક્ટરો ચેકિંગમાં જતા હોય છે. તમામ ફૂડ ઇન્સ્પેક્ટરઓને હવે બોડીવોર્ન કેમેરાથી સજજ કરવામાં આવશે. જેના કારણે જે પણ દુકાન કે સ્થળ ઉપર ટીમ ચેકિંગમાં જતી હોય છે, ત્યાંનું સમગ્ર ઓડિયો અને વીડિયોનું રેકોર્ડિંગ થશે અને કેવી રીતે ચેકિંગ કરવામાં આવે છે? અને શું કાર્યવાહી થાય છે? તેના ઉપર નજર રહેશે.
તમામ બાબતોનું સેન્ટ્રલાઈઝ મોનિટરિંગ કરવામાં આવે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કક્ષાના અધિકારીઓ દ્વારા તેનું મોનિટરિંગ કરવામાં આવશે. જે પણ સ્થળ કે દુકાન પર ઇન્સ્પેક્ટરો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવે છે ત્યારે કેટલી દુકાનોમાં દરરોજ ચેકિંગ હાથ ધરવામાં આવે છે તેમજ કેટલા ફૂડ સેમ્પલ લેવામાં આવે છે? શું કાર્યવાહી કરવામાં આવે છે? તે તમામ બાબતોનું સેન્ટ્રલાઈઝ મોનિટરિંગ કરવામાં આવે તે રીતનું આયોજન અને નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરીજનોને શુદ્ધ અને આરોગ્યપ્રદ ભોજન મળે તેના માટે કાર્યવાહી કરવામાં આવશે.