રાજ્યમાં હાહાકાર મચાવનારી રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગની ઘટનાની તપાસ માટે રાજ્ય સરકારે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરી છે. IPS સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતા ટીમ બની છે. જેમાં ફાયર વિભાગના અધિકારી તરીકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમા
.
વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે આ મામલે જણાવ્યું હતું કે, અમદાવાદ ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ ફાયર ઓફિસર જયેશ ખડિયાની સામે બોગસ સ્પોન્સરશીપ મામલે વિજિલન્સ તપાસ ચાલી રહી છે.
બોગસ સ્પોન્સરશિપ અંગે તપાસ ચાલી રહી છે
ફાયર બ્રિગેડના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, મ્યુનિસિપલ કોર્પોરેશન હદની બહાર તેમને ફાયર એનઓસી આપી હતી અને એક અધિકારીનું રાજીનામું મંજૂર કરવા બદલ પણ ઇન્કવાયરી કરવામાં આવી હતી. બોગસ સ્પોન્સરશિપ અંગેની પણ એક વિજિલન્સ તપાસ હાલમાં તેમની વિરુદ્ધ ચાલી રહી છે. તેઓની સામે વિજિલન્સ ઇન્કવાયરી હોવા છતાં પણ તેઓને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફાયર વિભાગમાં ચીફ ફાયર ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે. જો કે, તેમની નિમણૂકને લઈને પણ વિવાદ છે.
જયેશ ખડિયાની ફાઈલ તસવીર
જયેશ ખડિયાને કાયમી ચાર્જ સોંપવામાં આવ્યો નથી
કારણ કે, જયેશ ખડિયાને ઇન્ચાર્જ ઓફિસર બનાવવામાં આવ્યા છે. કાયમી ચાર્જ સોંપવામાં આવ્યો નથી. જો અમદાવાદના ફાયર અધિકારીને કાયમી ચાર્જ ન આપવામાં આવ્યો હોય અને ઇન્ચાર્જ તરીકે જ ચલાવવામાં આવતા હોય તેવા અધિકારીને રાજ્યમાં સૌથી ગંભીર ઘટના બની હોય તેની તપાસ માટે મોકલવામાં આવે છે. તેને લઈને સવાલ ઊભા થઈ રહ્યા છે.
ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરની કેમ સરકારે પસંદગી કરી
રાજ્યમાં બનેલી આ ગંભીર ઘટના આગના કારણે લાગી છે. જેમાં ફાયર વિભાગના અધિકારીની ખૂબ મહત્વની જવાબદારી હોય. કારણ કે, આગ કેવી રીતે લાગી, ક્યાં કારણોસર ઝડપી આગ ફેલાઈ ગઈ, કેવું મટિરીયલ હતું, ક્યાં પ્રકારના સાધનોનો ઉપયોગ હતો, આગને લગતા અનેક બાબતોને લઈને પણ ફાયર વિભાગના અધિકારીને તપાસ કરી તેમાં માહિતી આપવાની હોય છે. પરંતુ જે અધિકારીને કાયમી ચાર્જ આપવાની જગ્યાએ ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર તરીકે હોય તો કેમ રાજ્ય સરકારે આ અધિકારીની જ નિમણૂક કરી. રાજ્યમાં અન્ય એવા અધિકારી છે જે ફાયર વિભાગ સાથે સંકળાયેલા છે અને તેઓ એક્સપર્ટ છે. છતાં પણ કેમ ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરને નિમણૂક કરી તે તપાસનો વિષય છે.