બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશને રત્ન કલાકારો માટે મહત્વપૂર્ણ પહેલ કરી છે. એસોસિએશન દ્વારા જિલ્લાના 70 હજાર રત્ન કલાકારોને પરિચય કાર્ડ આપવામાં આવશે. આ કાર્ડ ધારકોને 35 હજાર રૂપિયાની વીમા પોલિસી વિનામૂલ્યે આપવામાં આવશે.
.
મુંબઈ જેમ્સ એન્ડ જ્વેલર્સના સહયોગથી આ પરિચય કાર્ડ આપવામાં આવશે. હાલમાં દેશભરમાં હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છે. આવા સમયે રત્ન કલાકારોની સ્થિતિ પણ કપરી બની છે.
આ પરિચય કાર્ડથી રત્ન કલાકારોને વિશિષ્ટ ઓળખ મળશે. સરકાર અને એસોસિએશન તરફથી મળતી તમામ સહાય સીધી તેમના બેંક એકાઉન્ટમાં જમા થશે. કાર્ડ બનાવવા પાછળ થનાર અંદાજે 2 થી 2.5 લાખ રૂપિયાનો ખર્ચ એસોસિએશન પોતે ભોગવશે.

જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિયેશન કે સરકાર તરફથી મળતી આજીવિકા સહાય હવે સીધી કારીગરોના ખાતામાં જમા થશે. બોટાદ ડાયમંડ એસોસિએશનની આ પહેલને રત્ન કલાકારો દ્વારા આવકારવામાં આવી રહી છે. રત્ન કલાકારો ને પરીચય કાર્ડ આપવાને લઈને બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશનના પ્રમુખ શંકરભાઈ ધોળુએ મીડીયાને આપી માહિતી.


