કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ બે દિવસની ગુજરાતની મુલાકાતે છે. આજે (18 ઓગસ્ટ) રવિવારે સાંજે અમિત શાહ સુભાષબ્રિજ ખાતે આવેલા બત્રીસી હોલમાં નારણપુરા વિધાનસભાના કાર્યકર્તાઓને મળ્યા હતા. કાર્યકર્તા સંમેલનમાં નારણપુરાના સૌથી જુના કાર્યકર્તા અન
.
ભાજપની શરૂઆત થઈ ત્યારે પણ હું કાર્યકર્તા હતો
લોકસભાની ચૂંટણી બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નારણપુરા વિધાનસભાના કાર્યકર્તાઓને મળ્યા હતા. તેઓએ સૌ કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો. કાર્યકર્તાને સંબોધતા જણાવ્યું હતું કે, ખરેખર મને ઓળખ્યા પછી મત આપવો બહું અઘરો હોય અને મને ઓળખ્યા પછી મારા માટે કામ કરવું એ એનાથી પણ અઘરું છે. પરંતુ તમે સૌએ કમળનું નિશાન અને આપણા નેતા નરેન્દ્રભાઇ તેમજ ભારતનું કલ્યાણ આ ત્રણેય વસ્તુને ધ્યાનમાં રાખી ખૂબ મોટી લીડથી જીતાડ્યો તેના માટે સૌ કાર્યકર્તાનો હૃદયપૂર્વક આભાર માનું છું. આ વિસ્તારમાં ભાજપની શરૂઆત થઈ ત્યારે પણ હું કાર્યકર્તા હતો.
કોર્પોરેટરો અને ધારાસભ્યોએ ખંતપૂર્વક કામ કર્યું છે
હસમુખભાઈ પેટા ચૂંટણી હાર્યા અને એ વખતે નવા નવા કાર્યકર્તા બન્યા હતા. બાદમાં હસમુખભાઈ ફુલ પેનલમાં જીત્યા હતા. નારણપુરામાં પણ નરહરિભાઈની સામે આપણે વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. ત્યાંથી ભાજપની અજેય શરૂઆત થઈ હતી. અનેક કોર્પોરેટરોને પણ હું જાણું છું. આર. ડી દેસાઈનું નામ લેતાં તેઓએ કહ્યું હતું. સોસાયટીનું નામ લઈએ એટલે તેના ચેરમેનનું નામ યાદ હોય. અનેક કોર્પોરેટરો અને ધારાસભ્યોએ ખંતપૂર્વક કામ કર્યું છે. વિકસતા વિસ્તારને વિકસે તેઓ વિસ્તાર બનાવી દીધો છે.
ટ્રાફિકથી લઈને ચિઠ્ઠીઓથી સોદા થતા હતા
બે મોડલ છે. કોંગ્રેસના સમયમાં પૂર્વ વિસ્તારનો વિકાસ થયો છે. બાપુનગર, રખિયાલ, વટવા, ઓઢવ, નારોલ, ઇસનપુર વગેરે છે. હું ત્યાં પણ સંગઠનનું કામ કરવા માટે ગયો છું. ભયંકર અરાજકતા હતી. ટ્રાફિકથી લઈને ચિઠ્ઠીઓથી સોદા થતા હતા. દસ્તાવેજો નહોતા થતા. આવી અનેક તકલીફો હતી. પશ્ચિમ વિસ્તાર વિકસ્યો તેનો હું સાક્ષી છું. હું રહેવા આવ્યો ત્યારે એવર બેલા ફ્લેટથી ડ્રાઇવ ઇન સિનેમાનો પડદો દેખાતો હતો. આજે પાછળની સોસાયટી નથી દેખાતી એવો વિસ્તાર થઈ ગયો છે. આ વિસ્તારના વિકાસ પાછળનું મૂળ કારણ કાર્યકર્તાઓએ ભ્રષ્ટાચાર વિના પાયો નાખ્યો છે.
પૂર્વ વિસ્તારને પશ્ચિમની સમાંતર બનાવી દીધો
નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે મેયર તરીકે હિંમતસિંહ પટેલ હતા. ચૂંટણી આવી અને નરેન્દ્ર ભાઈએ એક યાત્રા શરૂ કરી હતી. જેમાં પહેલું ભાષણ હતું કે, જેઓ પશ્ચિમનો વિકાસ થયો એવો પૂર્વનો વિકાસ થવો જોઈએ અને આજે પૂર્વ પણ પશ્ચિમ જેવું સુંદર બની ગયું છે. પૂર્વ વિસ્તારમાં તિરંગા યાત્રામાં હું ગયો હતો. 1.5 કિમી જેટલું ચાલ્યો હતો. જે જગ્યાએ અનેક ફાઉન્ડરીઓની દુર્ગંધ આવતી હતી. ગેરકાયદેસર બાંધકામો અને રિક્ષાવાળાઓ દોઢું ભાડું લેતા હતા. વાહનોના જમ્પર તૂટી જતા હતા એવા પૂર્વ વિસ્તારને પશ્ચિમની સમાંતર બનાવી દીધો છે.
ચૂંટણીમાં જેમ જેમ પ્રચાર થયો ત્યારે ખૂબ અઘરું લાગતું હતું
ચૂંટણી ગરમીના સમયમાં હતી. જ્યારે જાહેર થઈ ત્યારે લાગતું નહોતું પરંતુ જેમ જેમ પ્રચાર થયો ત્યારે ખૂબ અઘરું લાગતું હતું. દેશના મોટાભાગના વિસ્તારમાં 50 ટકા આસપાસ મતદાન થતું હતું પરંતુ પાર્ટીએ ડિઝાઇન કરી અને મહેનત કરવી પડી, મજૂરી કરવી પડી અને 60 ટકા જેટલું મતદાન કરાવી સાડા સાત લાખ વોટથી જીત અપાવી એ આપના અથાગ પરિશ્રમનું પરિણામ છે.
આપણે ફરીથી કાર્યકર્તા બનવાનું છે
થોડા સમયમાં જ સદસ્યતા અભિયાન શરૂ થશે. રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા સદસ્યતા અભિયાનની જાહેરાત કરી દેવામાં આવી છે. ત્યારે આપણે ફરીથી કાર્યકર્તા બનવાનું છે, કારણ કે સંવિધાનમાં સદસ્યતા માત્ર છ વર્ષની હોય છે. બીજી પાર્ટીમાં આજીવન કાર્ય કરતા હોય છે જ્યાં સુધી કાઢી ના મૂકો ત્યાં સુધી, પરંતુ પાર્ટીમાં છ વર્ષનું હોય છે કારણ કે કાર્યકર્તાએ છ વર્ષ સુધી રહેવું કે નહીં એ વિચારવાનું હોય છે અને રાખવો કે નહીં એ વિચારવાનું હોય છે. સદસ્યતા અભિયાનમાં નારણપુરામાં એક પણ બુથ એવું ના હોવું જોઈએ જે આપણા સંવિધાનના નિયમ મુજબ ચૂંટાયું ના હોય. એક પણ એવું બુથ ના હોય જ્યાં 50 ટકાથી ઓછી બહેનો ન હોય. એક પણ શેરી મોહલો કે સેવા વસ્તી ન હોય કે જ્યાં ભાજપનું બુથ ન હોય. સદસ્યતા અભિયાનમાં આ વખતે ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો છે. સદસ્યતા અભિયાનનું ડેટાનું એનાલિસિસ થઈ શકે તે રીતે કરવાનું આયોજન છે.