ચંદ્રુમાણા,તારીખ -5/9/2024 નેગુરુવારનારોજ પુનાભા લોક વિજ્ઞાન કેન્દ્ર -પાટણતરફથી રિજનલ સાયન્સ સેન્ટર દ્વારા -ભૂજ જોવા માટેના નિ: શુલ્ક પ્રવાસનું આયોજન શ્રી ગૌરી વિધાલય ચદ્રુમાણા હાઈસ્કૂલ માટે કરવામાં આવ્યું હતું. આ માટે તારીખ 05/09/2024ને ગુરુવારે રાત્રે 10:00 વાગે શાળાના 43 વિદ્યાર્થીઓ અને બે શિક્ષકો ભુજના પ્રવાસ માટે નીકળ્યા હતા. સવારે પાંચ વાગ્યે ભુજ મુકામે પહોંચ્યા હતા. ભુજમાં આવેલ જખ મંદિરમાં આરામ કર્યો. ત્યાર બાદ વિદ્યાર્થીઓ અને શિક્ષકો તૈયાર થઈ રિજનલ સાયન્સ સેન્ટર ભુજ ખાતે 10:00 વાગે પહોંચ્યા હતાં.ત્યાં વિદ્યાર્થીઓને ચા નાસ્તો આપવામાં આવ્યો.ત્યારબાદ ત્યાંની સાયન્સની ગેલેરીઓ અને પ્રદર્શન જોવા લઈ ગયા.તેના સ્ટાફે ખૂબ જ સુંદર રીતે દરેક દરેક ગેલેરીઓની સમજ આપી અને વિજ્ઞાન દૃષ્ટિ કોણની સમજ આપી.વિજ્ઞાન વિષયના વિવિધ પ્રયોગો બતાવ્યા. વિદ્યાર્થી જીવનમાં વિજ્ઞાનનું શું મહત્વ છે તે સમજાવવામાં આવ્યું. ત્યાર બાદ બપોરે 1 અને 30 કલાકે સાથે મળીને ભોજન લીધું ત્યારબાદ ભુજ મુકામે આવેલ સ્વામિનારાયણ મંદિર આઈનામહેલ મુલાકાત લીધી. ત્યારબાદ ત્યાંથી બસ દ્વારા લગભગ સાત વાગે રાત્રે કબરાઉ ગામે આવેલ મોગલ માતાના મંદિરની મુલાકાત લીધી ત્યાં એની આરતી નો લાભ લીધો અને પ્રસાદી લઈ અને ચંદ્રુમાણાઆવવાનીકળ્યા .અને લગભગ રાત્રે 2:00 વાગે ચંદ્રુમાણા આવ્યા હતા આમ આ પ્રવાસમાં વિદ્યાર્થીઓને ખૂબ જ મજા આવી વિજ્ઞાનના પ્રયોગો જોઈને કેટલાક વિદ્યાર્થીઓ સાયન્સમાં રૂચિ બતાવી. વિદ્યાર્થીઓના વાલીઓ પણ ખુશ હતા.વરસાદની મોસમ હોવાં છતાં ખૂબ મજા આવી હતી.
Source link