નવનિર્માણ આંદોલનની 50મી વર્ષગાંઠ નિમિત્તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશ દ્વારા છાત્ર શક્તિ યાત્રા રથ આખા રાજ્યમાં ફરી જિલ્લા જિલ્લા ફરી કોલેજ કેમ્પસમાં છાત્ર શક્તિ યાત્રા જઈ રહી છે, જેનો મુખ્ય હેતુ ગુજરાતની યુવા શક્તિને એનો ગૌરવશાળી ઈતિહ
.
તારીખ 01/01/2025ના રોજ નર્મદા જીલ્લામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ના નવનિર્માણ આંદોલનને 50મી વર્ષગાંઠ નિમિત્તે છાત્ર શક્તિ યાત્રાનો રથ નર્મદા જીલ્લાના ગરુડેશ્વર મૈકલ કન્યા આર્ટસ કોલેજના પટાંગણમાં આવી પહોંચ્યો હતો. જેમ વિધાર્થીઓ અને કોલેજના સ્ટાફ તરફ થી ભવ્ય સ્વાગત કરવામા આવ્યું હતું. તથા સભાનું આયોજન નર્મદા જીલ્લા સંયોજક અક્ષય તડવી અને ગરુડેશ્વર નગર મંત્રી જયનેશ શાહ દ્વારા કરવમાં આવ્યું હતું. જેમા રાષ્ટ્રીય આદિજાતિ આયોગ નવી દિલ્હીના માજી સદસ્ય હર્ષદ વસાવા ના અધ્યક્ષસ્થાને કરવા માં આવ્યું.
જેમાં મૈકલ કન્યા આર્ટસ કોલેજના ઇન્ચાર્જ આચાર્ય નરેશ વસાવા સૌર્યગાથાને સ્મરણ યાદ કરી અને ત્યાર પછી નર્મદા અને સુરત જિલ્લા સંગઠન મંત્રી રાહુલ ગોસ્વામી વિદ્યાર્થીઓને નવનિર્માણ આંદોલન વિશેની માહિતી આપી હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છેલ્લા 75વર્ષ થી વિદ્યાર્થીના હિત માટે સતત પ્રયત્ન શીલ રહ્યું છે અને વિદ્યાર્થીના કોઈ પણ પ્રશ્નને વાચા આપવાનું કામ ભારત ભરમાં કરી રહ્યુ છે. તેની સંપૂર્ણ માહિતી વિદ્યાર્થિની માહિતગાર કર્યા.
અંતે આ કાર્યક્રમના અધ્યક્ષ રાષ્ટ્રીય આદિજાતિ આયોગ નવી દિલ્હીના માજી સદસ્ય હર્ષદભાઈ વસાવાએ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યને બિરદાવતા વિદ્યાર્થીના ઓને અન્યાયનો સામે અવાજ આપવા માટે પોત્સહિત કર્યા અને છાત્ર શક્તિ યાત્રાનુ મહત્વ સમજાવી ને સૌને આર્શીવચન આપ્યા. ભારત માતાની ગરિમાના સૈનિક તરીકે સમગ્ર વિદ્યાર્થીઓને ભારત માતાના મૂલ્યો ને રક્ષા કરવાની જવાબદારી આ દેશના વિદ્યાર્થી ઓની છે. અંતે શાળાના શિક્ષક દિગ્વિજયસિંહ રાઠોડે આભર વિધિ કરી અને ભારત માતાના જય ઘોષ કરી આ કાર્યક્ર્મ સમાપન કરવમાં આવ્યો.